દાહોદના દિલસર ગામે એક વ્યક્તિએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી
દાહોદ તા.૨૧
દાહોદ તાલુકાના દેલસર ગામે એક યુવકે અગમ્યકારણોસર પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
દાહોદના દેલસર ગામે પણદા ફળિયામાં રહેતાં જયરામભાઈ લાલવાણીએ અગમ્યકારણોસર પોતાના ઘરમાં ગતરોજ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ પરિવારજનો તથા આસપાસના લોકોને થતાં ઘટનાને પગલે પરિવારજનોમાં ગમગીનીનો માહૌલ છવાઈ ગયો હતો. ઘટના અંગેની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી મૃતક જયરામભાઈના મૃતદેહને નજીકના દવાખાને પીએમ માટે રવાના કરી દેવામાં આવ્યાં હતાં ત્યારે જયરામભાઈએ ક્યાં કારણોસર આત્મહત્યા કરી ? તે હાલ જાણી શકાયું નથી પરંતુ જયરામભાઈની આત્મહત્યાને પગલે વિસ્તારમાં તરેહ તરેહની ચર્ચાઓએ ભારે જાેર પકડ્યું છે. આ સંબંધે સ્થાનીક પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Can you be more specific about the content of your article? After reading it, I still have some doubts. Hope you can help me. https://accounts.binance.info/lv/register-person?ref=SMUBFN5I