દાહોદ શહેરમાંથી એક યુવકે ૧૫ વર્ષિય સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરી દુષ્કર્મ આચરતાં પોલીસમાં ફરિયાદ નોંધાંઈ
દાહોદ તા.૧૪
દાહદોદ શહેરના આઈ.ટી.આઈ. પાસેથી એક યુવકે એક ૧૫ વર્ષિય સગીરાને પત્નિ તરીકે રાખવા સારૂ અપહરણ કરી લઈ નાસી જતાં સગીરાની મરજી વિરૂધ્ધ યુવકે દુષ્કર્મ આચરતાં પોલીસમાં ફરિયાદ નોંધાંયાંનું જાણવા મળે છે.
ગરબાડાના નઢેલાવ ગામે ગામતળ ફળિયામાં રહેતો વકીલભાઈ સુરેશભાઈ હઠીલાએ ગરબાડા તાલુકામાં રહેતી એક ૧૫ વર્ષિય સગીરાને દાહોદ શહેરમાં આવેલ આઈ.ટી.આઈ. પાસેથી ગત તા.૨૮મી માર્ચના રોજ પત્નિ તરીકે રાખવા સારૂ સગીરાને પટાવી, ફોસલાવી, પત્નિ તરીકે રાખવા સારૂ અપહરણ કરી લઈ નાસી ગયો હતો અને સગીરાની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યુ હતું.
આ સંબંધે અપહરણ અને દુષ્કર્મનો ભોગ બનેલ સગીરાના પિતાએ દાહોદ બી ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Your article helped me a lot, is there any more related content? Thanks!