દાહોદનું મનરેગા કૌભાંડનો મામલો : મંત્રી પુત્રો પર કસતો સકંજો : મંત્રી પુત્રો દ્વારા કરવામાં આવેલ આગોતરા જમીન અરજીની સુનાવણી ટળી : આગામી સુનાવણી ૧૩મી મે ના રોજ
દાહોદ તા.૦૯
દાહોદ જિલ્લામાં મનરેગા કૌભાંડ પ્રકરણમાં મંત્રી ના બંને પુત્રો દ્વારા થોડા દિવસો પહેલા આગોતરા જામીનની અરજી દાહોદની નામદાર કોર્ટમાં કરવામાં આવી હતી. ત્યારે આ કેસની સુનાવણી આજરોજ એટલે કે તારીખ 9મી મેના રોજ થવા જઈ રહી હતી પરંતુ કોઈ કારણસર આગામી તારીખ નામદાર કોર્ટ દ્વારા એટલે કે તારીખ 13 મી મેના રોજ નામદાર કોર્ટ દ્વારા આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
દાહોદ જિલ્લાના ધાનપુર અને દેવગઢ બારીયા જિલ્લામાં મનરેગા યોજના અંતર્ગત 70 કરોડનું કૌભાંડ બહાર આવતા દાહોદ જિલ્લાની સાથે સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે. આપ કો ભાંડને પગલે વિપક્ષના નેતા અમિત ચાવડા દ્વારા વિધાનસભામાં પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા અને જાહેર જનતામાં પણ આ આક્ષેપોને પગલે દાહોદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ આરંભ કરતા આ મનરેગા કૌભાંડમાં ખુદ દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દ્વારા દાહોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી કેટલાક આરોપીઓની અટકાયત કરી હતી અને રિમાન્ડ મેળવ્યા હતા ત્યારે આ પ્રકરણ બહાર આવવાની સાથે જ દાહોદના મંત્રી પુત્રો દ્વારા દાહોદની નામદાર કોર્ટમાં આગોતરા જમીનની અરજી કરતા આજરોજ આ કેસની સુનાવણી હતી પરંતુ આ કેસના તપાસ અધિકારી દ્વારા એફિડેવિટ રજૂ ન કરતા અને જરૂરી પુરાવાઓ રજૂ ન કરતા દાહોદની નામદાર કોર્ટે આગામી તારીખ ૧૩ મી મે ના રોજ સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. આ સમગ્ર પ્રકરણમાં મોટા માથાઓની સંડોવણી પણ બહાર આવવાની સંભાવનાઓ વ્યકત કરવામાં આવી રહી છે ત્યારે દાહોદ પોલીસ દ્વારા આવા આરોપીઓ સામે કસંજો કશશે કે કેમ ? તેવી અનેક ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે.