ગેમ ઝોનમાં કરંટ લાગતા છોકરાના થયેલ મોતની ઘટનાના કેસમાં રૂપિયા પાંચ લાખ વળતર વ્યાજ સહિત ચૂકવવા દાહોદ કોર્ટનો હુકમ

દાહોદ શહેરના સ્ટેશન રોડ, એમ.વાય. હાઇસ્કુલની સામે આવેલ ‘સિક્સ પોકેટ’ ગેમ ઝોનમાં આજથી ૧૧ વર્ષ પહેલાં ૧૦ વર્ષની ઉંમરનો છોકરો રમતા રમતા ઈલેક્ટ્રીક ટોય ટ્રેનના પાટા પર પડી જતા ટોય ટ્રેનના પાટામાં આવેલ વીજ કરંટ તે છોકરાને લાગતા તે છોકરાનું મોત નીપજ્યું હતું. જે દુર્ઘટનાનો કેસ દાહોદની કોર્ટમાં ચાલી જતા વાદી પક્ષના વકીલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી દાહોદ કોર્ટના વિદ્વાન ન્યાયાધીશે ગેમઝોનના માલિક તથા ગેમઝોનની વીમા કંપનીને તે છોકરાના મૃત્યુ બદલ વળતર ચૂકવવા જવાબદાર ઠેરવી, મૃતક છોકરાના માતા-પિતાને રૂપિયા પાંચ લાખનું વળતર ૯% ના વ્યાજ સહિત ચૂકવવા હુકમ ફરમાવ્યો છે. બનાવ અંગેની પ્રાપ્ત હકીકત અનુસાર કઈ તારીખ ૧૨-૮-૨૦૧૪ ના રોજ દાહોદ શહેરના ગોધરા રોડ ખાતે રહેતા સલીમખાન અઝીઝ ખાન પઠાણ તેમના પરિવાર સાથે દાહોદ સ્ટેશન રોડ ખાતે, એમવાય હાઇસ્કુલ સામે આવેલ ‘સીકસ પોકેટ’ ગેમ ઝોનમાં ગયા હતા. ત્યારે તે ગેમ ઝોનમાં આવેલ ઈલેક્ટ્રીક ટોય ટ્રેનના પાટા પાસે સલીમખાનનો ૧૦ વર્ષની ઉંમરનો પુત્ર આદિલ રમતો હતો. ત્યારે ‘સીકસ પોકેટ’ ગેમ ઝોન માં આવેલ ઈલેક્ટ્રીક ટોય ટ્રેનના પાટાની આજુબાજુ યોગ્ય ફેન્સીંગ ન હોઈ અને ઈલેક્ટ્રીક ટોય ટ્રેનના પાટામાં કરંટ હોવાને કારણે સલીમભાઈનો પુત્ર આદિલ રમતા રમતા ટોય ટ્રેનના પાટા ઉપર પડી ગયો હતો. જેથી જ તેને ટોય ટ્રેનના પાટામાં આવેલ કરંટ લાગતા આદિલનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જે અંગેની ફરિયાદ મૃતક છોકરા આદિલના પિતા સલીમભાઈ અજીજખાન પઠાણે ગેમઝોનના મેનેજર તથા માલિક વિરુદ્ધ દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. અને આદિલના મૃત્યુ બદલ વળતર મેળવવા માટેનો દાવો દાહોદની સિનિયર સિવિલ કોર્ટમાં ગેમઝોનના મેનેજર કિચિતભાઈ બીપીનચંદ્ર શાહ, ગેમઝોનના માલિક નયનાબેન બીપીનચંદ્ર શાહ તથા ગેમ ઝોનનો વીમો ઉતારનાર વીમા કંપની બજાજ એલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ વિરુદ્ધ દાખલ કર્યો હતો. સદર દાવો ચાલી જતાં દાહોદની સિનિયર સિવિલ કોર્ટના વિદ્વાન ન્યાયાધીશે સલીમખાન અજીજખાન પઠાણના વિદ્વાન વકીલ જાવેદ મનસુરી તથા અલ્તાફ મંસુરીની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી ગેમઝોનના માલિક નયનાબેન બીપીનચંદ્ર શાહ તથા ગેમઝોનની વીમા કંપનીને આદિલના મૃત્યુ બદલ વળતર ચૂકવવા માટે જવાબદાર ઠેરવી આદિલના માતા-પિતાને રૂપિયા પાંચ લાખનું વળતર ૯% વ્યાજ સહિત ચુકવવા ખુલ્લી કોર્ટમાં હુકમ કરતા કોર્ટ સંકુલમાં સન્નાટો છવાઈ જવા પામ્યો હતો.

3 thoughts on “ગેમ ઝોનમાં કરંટ લાગતા છોકરાના થયેલ મોતની ઘટનાના કેસમાં રૂપિયા પાંચ લાખ વળતર વ્યાજ સહિત ચૂકવવા દાહોદ કોર્ટનો હુકમ

  • December 9, 2025 at 4:35 am
    Permalink

    આ લેખમાં ગેમ ઝોન અને તોય ટ્રેનના નુકસાન-દાવાની વાત છે, જે પોલીસી-સલેક્શન કે વ્યવસાયિક બાબતોથી વિરોધાભાસી લાગે છે. જો વાત Supleryના સંબંધમાં કરીએ તો સ્પષ્ટ হয় કે બ્રાંડ મેનેજમેન્ટ અને ઓર્ડર-ઇન્વેન્ટરી પદ્ધતિઓ પર લાગુ થઇ શકે એવી સમીક્ષા જરૂરી છે. Supleryમાં પ્રોફેશનલ બ્યુટી બિઝનેસ પ્લેટફોર્મ છે જે સ્ટોર-સ્તરે ઉત્પાદન ડેટા અને ઓર્ડર પિડીઝને સરળ બનાવે, સાથે ઓનલાઇન શોપ અને સિંગલ ڈૅશબોર્ડ એકસાથે. આ રીતે સ્પા, ક્લિનિક્સ અથવા સેલોન્સ માટે સ્ટોક-ટેક્ઝ, રીયલટાઇમ ઓર્ડર અને વેપારીઓ વચ્ચે સારાં સંવાદ સક્ષમ થાય છે. Suplery વેચાણને ફ્લો-પ્રિપેર્ડ બનાવી શકે છે; વધુમાં, સર્વીસ પ્રોટોકોલ અને સ્ટાર્ટર કિટસ જે નવા આઈડિયાંને ગતિ આપે. મોટા પડકારોને હેન્ડલ કરવાની અમારા માટે એક સીધી פתרી છે: Supleryની全集 функции લઈને ગુરુત્વાકર્ષણના વ્યવસાય-આગમનને સરળ બનાવો. Suplery સણિયે સસ્તી વિવસ્થાપના અને સારો ચૈન-સપૂર્ણ વ્યવસાય ચાહી શકાય તેવા પ્લેટફોર્મ તરીકે દેખાય છે. આ રસ પાડનારા વિભાગો જેમ કે સ્કિનકિૅર અને હાયર સેલુન્સ માટે આ એક સફળ પગથિયો બની શકે.

    Reply
  • January 13, 2026 at 2:23 am
    Permalink

    You made some good points there. I checked on the internet to find out more about the issue and found most people will go along with your views on this website.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!