દાહોદ નગરપાલિકામાં પ્રમુખ પદે મીનાક્ષીબેન નિનામાની વરણી
રિપોર્ટર – નીલુ ડોડીયાર
દાહોદ નગરપાલિકા મા ભાજપે સત્તા મેળવી પ્રમુખ પદે મીનાક્ષીબેન નિનામા ઉપપ્રમુખ પદે જુગલબેન પંડયા ની વરણી કરાઈ દાહોદ પાલિકા નું સુકાન મહિલા ઓ ના હાથ માં સોંપાયું દાહોદ નગરપાલિકા માં 36 પૈકી 20 બેઠકો ઉપર ભાજપ એ કબજો મેળવ્યો હતો જ્યારે 14 કોંગ્રેસ અને બે અપક્ષ ની બેઠકો આવી હતી આજે પાલિકા ના સભાખંડ માં પ્રાંત અધિકારી મિલિંદ દવે ના અધ્યક્ષ સ્થાને પ્રમુખ ઉપ પ્રમુખ સહિત ના હોદ્દેદારો ની વરણી કરવામાં આવી હતી જેમાં ભાજપ ના મીનાક્ષીબેન નિનામા ની પ્રમુખ પદે ઉપપ્રમુખ પદે જુગલબેન પંડયા ને ભાજપ અને અપક્ષ ના મળી 22 સભ્યો નો ટેકો મળ્યો હતો જ્યારે દંડક તરીકે લીલાબેન પ્રજાપતિ, કારોબારી ચેરમેન બિમલ વડવાલા અને પક્ષ ના નેતા તરીકે કલ્પ કિશોરી ની વરણી કરવામાં આવી હતી વરણી બાદ તમામ હોદ્દેદારો એ મહાદેવ મંદિરે દર્શન કરી વિજય સરઘસ કાઢ્યું હતું




