ધાનપુર તાલુકાના ગાંગરડી ફળિયા ગ્રામ પંચાયતમાં સરપંચ પદે ઉમેદવારી કરનાર ઉમેદવાર ના બે કરતાં વધુ સંતાનો હોય તો ઉમેદવારી રદ કરવા તંત્રને રજૂઆત

દાહોદ તા.૧૫

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ગાંગરડી ફળિયા ગ્રામ પંચાયતમાં સરપંચ પદના ઉમેદવારની ઉમેદવારી રદ કરવા નાગરિકે તંત્ર સમક્ષ વાંધા અરજી કરતાં ચુંટણી ટાણે ગ્રામ પંચાયત આલમમાં ચકચાર મચી જવા પામી હતી. જાણવા મળ્યાં અનુસાર, ઉમેદવારને ચાર સંતાન હોવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

દાહોદ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચુંટણીને લઈ પ્રચાર પડઘમ શરૂં થઈ ગયાં છે. ઉમેદવારો મતદારોને રીઝવવા એડીચોટીનું જાેર પણ લગાવી રહ્યાં છે. ચુંટણી પ્રચાર ગામડે ગામડે પુરજાેશમાં ચાલી રહ્યો છે ત્યારે ધાનપુર તાલુકાના ગાંગરડી ગામેના એક અરજદાર દ્વારા ગ્રામ પંચાયત ચુંટણી અધિકારી તેમજ ધાનપુર તાલુકાના મામલતદારને ગાંગરડી ગ્રામ પંચાયતની બેઠક પરથી સરપંચ પદ પરથી ઉમેદવારી કરતી સુમીબેન અબજીભાઈ અમલીયાર સામે વાંધા અરજી કરતાં જણાવ્યું હતું કે, સરકારના પરિપત્ર અને નિયમોનુસાર બે કરતાં વધારે બાળકો ઉમેદવારની ઉમેદવારી રદ થઈ શકે છે માટે આ ગ્રામ પંચાયતના ઉમેદવાર સુમીબેન અબજીભાઈ અમલીયાર જેઓને તારીખ ૦૪.૦૮.૨૦૦૫થી કુલ ચાર બાળકો હોય તેઓની ઉમેદવારી રદ કરવા વિનંતી કરવામાં આવી હતી.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: