વાયરલના પગલે શંકાસ્પદ દર્દીઓ મળી આવતા દાહોદ જિલ્લા આરોગ્ય તંત્ર દોડતુ થયું
દાહોદ તા.૧૬
દાહોદ જિલ્લામાં ચાંદીપુરમ વાયરલના પગલે શંકાસ્પદ દર્દીઓ મળી આવતા દાહોદ !bજિલ્લા આરોગ્ય તંત્ર દોડતુ થયું છે અને દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ધામા નાંખી તપાસની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. દાહોદ જિલ્લાના મુવાડા,ખંગેલા,વટેડા અને સુરપુર ગામેથી ૪ થી ૯ વર્ષના ૪ બાળકોમાં આ વાયરલના શંકાસ્પદ લક્ષણો જાવા મળ્યા છે.
દાહોદ જિલ્લામાં ચાંદીપુરમ વાયરલના પગલે દાહોદ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવાઈ રહ્યા છે. દાહોદ જિલ્લાના મુવાડા,ખંગેલા,વટેડા અને સુરપુર ગામમાંથી ૪ થી ૯ વર્ષના ૪ બાળકોમાં આ વાયરલના શંકાસ્પદ લક્ષણો જાવા મળ્યા છે. આ ઉપરાંત આ ગામોના તેમજ આસપાસના ગામોમાં રહેતા ૨૧ જેટલા વ્યÂક્તઓના આરોગ્ય નમુનાઓ લેવામાં આવ્યા છે અને એન.એ.વી. પુના ખાતે તપાસ અર્થે મોકલી દેવામાં આવ્યા છે. વધુમાં જાણવા મળ્યા અનુસાર દાહોદ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ૧૩૧૯૮૨૯ કાચા લીપણવાળા મકાનોની ચકાસણી કરવામાં આવી છે જેમાં ૩૪૭૧૦ જેટલા કાચા મકાનોમાં લીપણ કરી ડસ્ટીંગ કરવામાં આવી છે. ડસ્ટીંગમાં ૫ ટકા મેલેથીયોન પાવડર અને ચુનો મિક્ષ કરી ઝાંટવામાં આવી રહ્યો છે. થોડા વર્ષાે પહેલા સુખસરના કંથાગર ગામે એક સાથે ચારને ચાંદીપુરમ વાયરલના પગલે ત્રણ બાળકો અને એક વૃધ્ધાનું શંકાસ્પદ મોત થવા પામ્યુ હતુ ત્યારે અગાઉની સમગ્ર બાબત, ઘટનાને ગંભીરતાથી ધ્યાને લઈ હાલ દાહોદ જિલ્લા આરોગ્ય તંત્ર આ ચાંદીપુરમ વાયરલની ગંભીરતાથી નોંધ લઈ દાહોદ જિલ્લામાં આરોગ્ય દ્વારા સાવચેતીના પગલાં રૂપે આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.