સીંગવડ તાલુકાના દાસા ગામે મોટર સાઇકલ સ્લીપ ખાતા એક મહિલાનું મોત નીપજ્યું
દાહોદ તા. ૧૬
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના દાસા ગામે એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી મોટરસાઈકલ સ્લીપ ખવડાવી દેતાં મોટરસાઈકલ પાછળ બેઠેલ એક મહિલાને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
ગત તા.૧૫મી ડિસેમ્બરના રોજ સીંગવડ તાલુકાના પીસોઈ ગામે રહેતાં મહેશભાઈ પર્વતભાઈ પાંડોર પોતાના કબજાની મોટરસાઈકલ લઈ તેની પાછળ જશોદાબેનને બેસાડી દાસા ગામેથી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યો હતો. આ દરમ્યાન રસ્તામાં અચાનક મોટરસાઈકલ સ્લીપ ખવડાવી દેતાં મોટરસાઈકલ પાછળ બેઠેલ જશોદાબેનને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું અને મહેશભાઈએ પોતાના પણ શરીરે ઈજાઓ પહોંચાડી હતી.
આ સંબંધે રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.