21 વર્ષીય યુવતી પર બળાત્કાર ગુજારાયો અને ચપ્પુના ઘા ઝીંકાયા
દાહોદ તા.22
પોતાના ઘર નજીક ખુલ્લામાં સંડાશ કરવા ગયેલ દેવગઢ બારિયા તાલુકાના સીંગેડી ગામ ની 21 વર્ષીય અપરણિત યુવતીને તેના જ ગામના કામાંધ યુવાને પકડી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી તેણીને તુવેરના વાવેતર કરેલા ખેતરમાં લઈ જ ઈ તેણીની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજારી તું મારી સાથે કેમ બોલતી નથી તેમ કહી ઉશ્કેરાઇ જઇ તેના ખિસ્સામાંથી ચપ્પુ કાઢી તેણીને મારી નાખવા સારું ગળાના ભાગે ઉપરાઉપરી ત્રણ વાર ચપ્પુ મારી ગંભીર ઈજાઓ કરી નાસી ગયાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર દેવગઢ બારિયા તાલુકાના સીગેડી ગામના કુવા ફળિયામાં રહેતી ૨૧ વર્ષીય અપરિણીત યુવતી પરમ દિવસે તારીખ 21 12 2021 ના રોજ રાત્રીનાં દશેક વાગ્યાના સુમારે પોતાના ઘર નજીક ખુલ્લામાં કુદરતી હાજતે ગઇ હતી. તે સમયે તેની એકલતાનો લાભ લેવા આવી ગયેલ તેના જ ગામના માનાભાઈ શંકરભાઈ કોળી પટેલે તેણી ને પકડી તું બુમો પાડીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધાક ધમકીઓ આપી તેણીને ખેંચીને તુવેરના વાવેતર કરેલ ખેતરમાં લઇ જઇ તેણીની મરજી વિરૃધ્ધ બળાત્કાર ગુજાર્યો હતો ત્યારબાદ તેને ગાળો બોલી તું મારી સાથે કેમ બોલતી નથી કેમ કહી એકદમ ઉશ્કેરાઇ જઇ તેને તેના ખિસ્સામાંથી ચપ્પુ કાઢી તેણી ને મારી નાખવા સારું તેણીના ગળાના ભાગે ઉપરાઉપરી ત્રણ વાર ચપ્પુ ના ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી નાસી ગયો હતો. આ સંબંધે બળાત્કારનો ભોગ બનેલ પીડિતાએ નોંધાવેલ ફરિયાદને આધારે દેવગઢબારિયા પોલીસે સીંગેડી ગામ ના માનાભાઈ શંકરભાઈ કોળી પટેલ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

