લીમખેડામાં પેસેન્જર ભરેલ બસ પલટી ખાતા ચારને ઈજા : અન્ય મુસાફરોનો આબાદ બચાવ
દાહોદ તા.૨૪
દાહોદ જિલ્લાના લીમખેડા નગરમાં ગત મોડીરાત્રીના સમયે એક પેસેન્જર ભરેલ મધ્યપ્રદેશની ખાનગી પેસેન્જર બસ અકસ્માતે પલ્ટી ખાઈ જતાં અંદર સવાર ૩૦ થી ૩૫ મુસાફરો પૈકી ત્રણ થી ચાર પેસેન્જરોને શરીરે ઈજાઓ પહોંચતાં તેઓને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. અકસ્માત સર્જાતાં સ્થાનીકો ઘટના સ્થળે દોડી ગયાં હતાં અને મુસાફરોને બહાર કાઢવાની કામગીરી શરૂં કરી હતી.
ગતરોજ મધ્યરાત્રીના સમયે લીમખેડા સર્કીટ હાઉસ નજીક ખાનગી બસ પલ્ટી ખાઈ ગઈ હતી. જાણવા મળ્યાં અનુસાર, મધ્યપ્રદેશના જાેબટથી રાજકોટ જતી ખાનગી પેસેન્જર ભરેલ બસના ચાલકનો સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં માર્ગ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતાં ઘટના સ્થળે સ્થાનીક લોકો દોડી આવ્યાં હતાં. સ્થાનીકો દ્વારા ગાડીના કાચ તોડી અંદરથી ઈજાગ્રસ્ત પેસેન્જરો સહિત અન્ય પેસેન્જરોને બહાર કાઢવાની કામગીરી આરંભી હતી. ત્રણ થી ચાર પેસેન્જરોને શરીરે તેમજ માથાના ભાગે ઈજાઓ થતાં તેઓને તાત્કાલિક નજીકના દવાખાને ખસેડવામાં આવ્યાં હતાં. એકક્ષણે બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોટી ગયાં હતાં. સદ્નસીબેન કોઈ જાનહાની ન થતાં લોકોએ હાશકોરો અનુભવ્યો હતો. ઘટનાને પગલે સ્થળ પર પહોંચી ગયેલ પોલીસે ઘટનાને સંદર્ભે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.