ગોધરાના આશિષકુમાર પટેલની અખિલ ભારતીય હિન્દુ મહાસભામાં પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી
દાહોદ તા.23
અખિલ ભારતીય હિન્દુ મહાસભાનો 65મો અધિવેશન લખનૌ ખાતે યોજાયો હતો જેમાં અખિલ ભારતીય હિન્દુ મહાસભાના ગુજરાત પ્રભારી તરીકે ગોધરાના રહેવાસી એવા આશિષકુમાર નાનજીભાઈ પટેલની ગુજરાત રાજ્યના પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને અખિલ ભારતીય હિન્દુ મહાસભાના વિચારો લોકો સુધી પહોંચાડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.