દાહોદના ઇન્દોર અમદાવાદ હાઇવે પરથી બાઇક ચોર રંગે હાથે ઝડપાયો
રિપોર્ટર ગગન સોની
દાહોદ તા.22
દાહોદના ઇન્દોર અમદાવાદ હાઈવે ખાતે બાઈક ચોરી કરવાના ઇરાદે આવેલ એક બાઈક ચોરને સ્થાનિક લોકોએ રંગેહાથે ઝડપી પાડી મેથીપાક ચખાડયા બાદ સ્થાનિક પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. ઘટનાને પગલે વિસ્તારમાં લોકટોળા ઉમટી પડ્યા હતા. જાણવા મળ્યા અનુસાર, બાઈક ચોરી સામે પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.