દીપ પ્રાગટ્ય, મંગલા ચરણ તથા રાષ્ટ્રગાન કરવામાં આવ્યું : ધાર્મિકતા અને દેશ પ્રેમનો ઉમંગ જાેવા મળ્યો
ઝાલોદ તા.૨૬
ઝાલોદ નગર ખૂબ જ પ્રાચીન નગર છે જેનું નામ ઝલાઇ માતા ના મંદિર પર થી ઝાલોદ નામ પડ્યું, ઝાલોદ નગર ની ફરતે ચારેબાજુ મંદિરો આવેલ છે જેમાં ઉત્તરમાં વણકતળાઈ હનુમાનજી મંદિર, દક્ષિણમાં ટીટોડી આશ્રમ ખાતે રામ મંદીર, પૂર્વ દિશામાં ઝલાઇ માતા મંદિર, પશ્ચિમ દિશા મા સોમનાથ મહાદેવ મંદિર અને ખોડિયાર માતા મંદિર ની સીમા વચ્ચે ઝાલોદ નગર આવેલ છે. ઝાલોદ નગર ધર્મ સંસ્કૃતિ, આધ્યાત્મિકતા, સત્યાગ્રહ માટે જાણીતું નગર છે, દાંડીકુચ ની શરૂઆત ઝાલોદ નગર ના મીઠાચોક થી થઈ હતી તેથી તેનું નામ મીઠાચોક છે. આ નગરમાં ભૂતકાળમાં ડોંગરે જી મહારાજ ની કથા, ઇન્દિરા બેટી જી ની કથા, ચીન્મયાનંદજી, ગીરી બાપુ જેવા મહાન સંતો દ્વારા મોટા પાયે કથા યોજાયેલ છે.
ઝાલોદ નગરમાં આવેલ વણકતલાઈ હનુમાનજીમાં જન આસ્થા ખૂબ જ મોટા પ્રમાણમાં સ્થાનિક લોકો જાેડાયેલ છે. અહીંયાં ભક્તો ની મનોકામના પૂરી થતાં સવામણીનો પ્રસાદ ભક્તો દ્વારા કરવામાં આવે છે. ઝાલોદ નગરમાં૧૨ મહિનામાં દરેક મોટા ધાર્મિક ઉત્સવો પર ભંડારા યોજાય છે. ઝાલોદ નગરને મંદિરોની નગરી પણ કહેવાય છે.
સુંદરકાંડ સ્પર્ધા ના ભાગ રૂપે વણકતળાઈ હનુમાનજી મંદિર થી જ્યોત રેલી કાઢવામાં આવી આ રેલી મા વી.એચ.પી., બજરંગ દળ તેમજ સમસ્ત હિન્દુ સમાજના લોકો જાેડાયાં હતાં ત્યાર બાદ વિશ્વકર્મા મંદીર પર થી સુંદરકાંડ સ્પર્ધામાં આશીર્વચન આપવા ૫ધારેલ સંતો ના સ્વાગત રૂપે તેમને વિશ્વકર્મા મંદિર થી બી.એમ.હાઈસ્કૂલ સુધી ઢોલ નગારા સાથે તેમજ પુષ્પ વર્ષા કરતાં કરતાં ધર્મ મંચ પર લાવવામાં આવ્યાં ત્યાર બાદ દીપ પ્રાગટ્ય, મંગલા ચરણ તથા રાષ્ટ્રગાન કરવામાં આવ્યું,અને જેના દ્વારા સમસત લોગો ધાર્મિક તા અને દેશ પ્રેમ નો ઉમલ જાેવા મળ્યો, પધારેલ દરેક સંતો દ્વારા આશીર્વચન કરવામાં આવ્યું અને સુંદરકાંડ ના પાઠ નો મહિમા સમજાવવા મા આવ્યું ,ત્યાર બાદ સુંદરકાંડ સુંદરકાંડ ની અલગ અલગ ટીમ દ્વારા સુંદરકાંડ સ્પર્ધા યોજાઈ દરેક ટીમ ને ૧૦ સુંદરકાંડ ની ચોપાઇ અને ભજન ની રમઝટ બોલાવી, આખી સુંદરકાંડ સ્પર્ધા મા હનુમાનજી, સીતારામ અને રાધાકૃષ્ણ ની ઝાંખી એ બધા ના મન જીતી લીધાં. છેલ્લે સુંદરકાંડ ની સ્પર્ધા પુરી થયા બાદ બરોડા થી પધારેલ આમંત્રિત નિર્ણાયકો દ્વારા વિજેતા ટીમ ને નંબર આપવામાં આવ્યા , નિર્ણાયકો દ્વારા બહુજ મુશ્કેલ ર્નિણય હતો કોઈને નંબર આપવો કેમકે દરેક ટીમ નું એક આગવા આકર્ષણ દ્વારા સુંદરકાંડ પાઠ ની ચોપાઇ પ્રસ્તુત કરાઈ હતી,આખું ઝાલોદ નગર ભક્તિ મા તરબોળ થઈ ગયું હતું, આ પ્રોગ્રામ ર્રૂે્ેહ્વી તેમજ ફેસબુક પર ઙ્મૈદૃી હતો આ પ્રોગ્રામ હજારો ની સંખ્યા મા લોકો એ નિહાળ્યો હતો. આ પ્રોગ્રામ નો મુખ્ય હેતુ હિન્દુ સમાજ નો યુવા ધન ધર્મ પ્રત્યે આકર્ષાય તેમજ ધાર્મિક રીતે જાેડાય, આ સમગ્ર પ્રોગ્રામ મા ખૂબ મોટા પ્રમાણમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ ગુજરાતના સુંદરકાંડ મંડળો મોટી સંખ્યામાં જાેવા આવ્યાં હતાં. સુંદરકાંડ સ્પર્ધા માટે ઇનામ ના સ્પોન્સર વસંત મસાલા હતા, ઝાલોદ નગર ના એક માત્ર ઉદ્યોગપતિ ગુજરાત, ભારત તેમજ દેશવિદેશ મા વસંત મસાલા ના સેત્ર માં ડંકો વગાડનાર વસંત મસાલા દ્વારા દરેક ટીમ તેમજ સંતો ને વસંત મસાલા નું ગિફ્ટ હેમ્પર આપવામાં આવી,તથા દરેક ટીમ ને ઈનામ તથા ટ્રોફી તથા મોમે ન્ટો પણ વસંત મસાલા તરફથી ઈનામ આપવામાં આવ્યાં હતાં.

