દાહોદ જિલ્લાના સીંગવડ તાલુાકાના કેશરપુર ગામે વીજ વાયર ચોરી કરી જતાં તસ્કરો : રૂા. ૨૧ હજારના વીજ વાયરોની ચોરી
દાહોદ તા.29
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના કેસરપુ ગામે અજાણ્યા ચોર ઈસમોએ એલ્યુમિનિયમના ખુલ્લા વાયરો કિંમત રૂ.21,593/- જે ચોરી કરી લઇ જતાં પોલીસમાં ફરીયાદ નોંધાવા પામી છે.
ગત તારીખ ૧૮ મી ડિસેમ્બરના રોજ રાત્રિના કોઈપણ સમયે અજાણ્યા ચોર ઈસમોએ કેસરપુર ગામે મૂકી રાખેલા એલ્યુમિનિયમના ખુલ્લા વાયરો જેમાં એક વાર ની લંબાઈ 230 મીટર લેખે કુલ ત્રણ એલ્યુમિનિયમના વાયરો જેની કુલ કિંમત રૂ. 21,593/- ની કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરી લઇ જતાં આ સંબંધે દાહોદ ગોદી રોડ વિસ્તાર ખાતે રહેતા ગોવિંદસિંહ મંગળાભાઈ ભુરીયા દ્વારા રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

