રાજસ્થાન ના ચુરુ મા દશ લાખનુ નકલી સોનુ પધરાવી છેતરપીડી કરી ને આવલે ઢઢેલા ના યુવાનને ફતેપુરા પોલીસે ધરદબોચ્યો

પોલીસે આરોપી ની ધરપકડ કરી રાજસ્થાન પોલીસ ને સોપીયો

દાહોદ તા.૨૯


રાજસ્થાનના ચુરુ જીલ્લા ના સજજનગઢ તાલુકા ના બેરાસરબડા ગામે રહેતા સોમવીરસીહ સજજનસિહ જાટ ને ફતેપુરા તાલુકા ના ઢઢેલા ગામે રહેતા અરવિંદભાઇ ગોતમભાઇ ચારેલે અસલી સોનાની માળા છે તેવુ કહી નકલી સોનાની દશ લાખની કિંમતની માળા પધરાવી આરોપી સોમવીરસિહ સજજનસિહ પાસેથી દશ લાખ રુપિયા લઇ છેતરપીડી કરી ફરી માદરે વતન આવી પહોચી ચુરુ થી નાસી છુંટયો હતો સોમવીરસિહ સજજનસિ જાટ ને પોતે છેતરાયો હોવાની ખબર પડતા રાજસ્થાનના ચુરુ મા આરોપી અરવિદ ગોતમભાઇ વિરુધ્ધ છેતરપીડી ની ફરિયાદ નોધાવી હતી ફરિયાદ દાખલ થતા ફતેપુરા પોલીસ ને આ બાબતની જાણ કરાતા ફતેપુરા પોલીસે છેતરપીડીના ગુનામા સંડોવાયેલ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાયઁવાહી કરી છે
વરઝન-ફતેપુરા તાલુકા ના ઢઢેલા ગામનો રહેવાસી અરવિદ ગોતમ ચારેલે ચુરુના સોમવીરસિહ ને દશલાખ ની નકલી સોનાની ચેન પધરાવી પરત વતન આવી પહોચ્યો હતો છેતરપીડીનો ભોગ બનનાર ફરિયાદી ની ફરિયાદ આધારે આરોપી ગોતમને તેના ધરેથી સી પી આઇ ચુડાસમા, કોન્સટેબલ વિનુજી મેરુજી,કોસ્ટલ કિરણભાઇ ,હિતેશભાઇ,રણજીતભાઇ ના ઓને સાથે રાખી ટીમ બનાવી આરોપી ને ધર દબોચી રાજસ્થાન પોલીસ ને સોપ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: