ધાનપુર તાલુકાના લખણગોજીયા ગામે સરકારી પાકા રોડને ખોદી નાંખી નુકસાન કરતાં પોલીસમાં ફરિયાદ

દાહોદ તા.૩૦
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના લખણગોજીયા ગામે સરકારી પાકા ડામર રોડને કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ખોદી નાંખી રૂા. ૮,૨૫૦ નું નુકસાન કરતાં પોલીસમાં ફરિયાદ નોંધાવવા પામી છે. ગત તા. ૨૧મી ડિસેમ્બરના રોજ લખણગોજીયા ગામે ખોડીયાર મંદિર ફળિયા તરફના સરકારી પાકા ડામર રોડ બનાવવામાં આવ્યો હતો. આ રોડને કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ખોદકામ કરી તોડને તોડી નાંખી, નુકસાન પહોંચાડી રૂા. ૮,૨૫૦નું સરકારી મિલ્કતનું નુકસાન કરતાં આ સંબંધે સેક્શન અધિકારી અને ઈન્ચાર્જ નાયબ કાર્યપલાક ઈજનેર પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગ લીમખેડા દ્વારા ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: