ધાનપુર તાલુકાના નાકટી ચોરબારિયા ગામે 21 વર્ષીય પરિણીતાને બે ઇસમોએ મોટરસાયકલ પર બેસાડી જંગલ વિસ્તારમાં લઈ જઈ છેડતી કરી માર મારતા પોલીસમાં ફરિયાદ

દાહોદ તા.2

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના નાકટી ચોરબારિયા ગામે બે જેટલા ઈસમોએ એક એક 20 વર્ષીય પરણિત યુવતીને ઘર સુધી છોડી દેવાની લાલચ આપી મોટરસાયકલ પર બેસાડ્યા બાદ યુવતીને જંગલ જેવા વિસ્તારમાં લઇ ગયા હતા અને ત્યાં યુવતી સાથે છેડછાડ કરી તેમજ યુવતીને ગડદાપાટુનો માર મારતાં યુવતી દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળે છે.

ગત તારીખ 21મી નવેમ્બરના રોજ ધાનપુર તાલુકામાં રહેતી ૨૧ વર્ષીય પરિણીતા ધાનપુર તાલુકામાંથી બપોરના બાર વાગ્યા આસપાસ ચાલતી ઘરે જવા રસ્તેથી પસાર થઇ રહી હતી. આ દરમિયાન ધાનપુર તાલુકાના ચોરબારીયા ગામએ ગુંજારીયા ફળિયામાં રહેતા નાથુભાઈ સોનાભાઈ લબડા અને કમલેશભાઈ ભુપતભાઈ બારીઆ તે સમયે ૨૧ વર્ષીય પરિણીતા પાસે મોટરસાયકલ લઈ આવ્યા હતા અને પરિણીતાને તેના ઘરે સુધી છોડી દેવાની લાલચ આપી ઉપરોક્ત બંને ઈસમોએ પોતાના કબજાની મોટરસાયકલ પર પરિણામે બેસાડી લઈ ગયા હતા અને રસ્તામાં નાકટી ચોરબારીયા તરફ આવેલા સુમસામ જંગલ જેવા વિસ્તારમાં મોટરસાઈકલ ઊભી રાખી હતી અને ઉપરોક્ત બંને ઈસમોએ તારું કામ છે, તેમ કહી પરિણીતાની છેડતી કરી હતી. આ દરમિયાન પરણિતાએ ના પાડી પ્રતિકાર કરતા ઉપરોક્ત બંને ઈસમ દ્વારા પરણિતાને ગડદાપાટુનો માર મારી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા.

આ સંબંધે છેડતીનો ભોગ બનેલ 21 વર્ષીય પરિણીતા દ્વારા રાધનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: