દાહોદમાં ફરી એકસાથે ત્રણ કોરોના પોઝિટિવ : એક્ટિવ કેસનો આંકડો 14ને પાર
દાહોદ તા.04
દાહોદમાં આજે વધુ એક સાથે 03 કોરોના પોઝીટીવ કેસ નોંધાતાં શહેર સહિત જિલ્લા વાસીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો એક્ટીવ કેસનો આંકડો 14ને પાર થઈ ગયો છે. દાહોદ જિલ્લામાં હવે કોરોના પગપેસારો કરી ચૂક્યો છે તેમ કહીએ તેમાં કોઈ અતિશ્યોક્તિ નહીં ગણાય. કોરોનાના દિવસે દિવસે વધતાં કેસોને પગલે આરોગ્ય તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે કામગીરી આરંભ કરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
આજે આર.ટી.પી.સી.આર.ના 1428 પૈકી 02 અને રેપિડ ટેસ્ટના 269 પૈકી એક કોરોના પોઝીટીવ કેસ નોંધાયો છે. આ 03 કેસમાંથી એક દાહોદ અર્બન વિસ્તારમાંથી એક ઝાલોદ ગ્રામ્ય વિસ્તારમાંથી અને એક જ બારીયા ગ્રામ્ય વિસ્તારમાંથી સામે આવ્યો છે. દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 7160 ને પાર થઈ ગયો છે. દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાથી ૩૩૯ લોકોએ પોતાનો જીવ ગુમાવી ચુંક્યાં છે. કોરોનાની સંભવતઃ ત્રીજી લહેરના ભણકારા વચ્ચે દાહોદ જિલ્લા આરોગ્ય તંત્ર સમેત વહીવટી તંત્રએ આગોતરી તૈયારીઓના ભાગરૂપે હોસ્પિટલમાં બેડોની વ્યસ્થા વધારવા તરફ પણ ધ્યાન આપી રહ્યાં છે.