દાહોદ તાલુકાના કઠલા ગામે એકટીવા ટુ વ્હીલર ગાડીના ચાલકને અકસ્માત નડતા મોત નીપજ્યું

દાહોદ તા.૦૪

દાહોદ તાલુકાના કઠલા ગામે એક એક્ટીવા ટું વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની એક્ટીવા પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી અચાનક સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં એક્ટીવા ટું વ્હીલર ગાડી સ્લીપ ખાઈ જતાં ચાલકને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે.

ગત તા.૦૩મી જાન્યુઆરીના રોજ દાહોદ શહેરના ગોદીરોડ ખાતે પશુપતિનાથ નગર ખાતે રહેતા કિશોરભાઈ વિશનદાસ બેલાણી પોતાના કબજાની એક્ટીવ ટું વ્હીલર ગાડી લઈ દાહોદ તાલુકાના કઠલા ગામે સાંજના પાંચેક વાગ્યાના આસપાસ પસાર થઈ રહ્યાં હતાં. આ દરમ્યાન એક્ટીવા ટું વ્હીલર ગાડીની વધુ પડતી ઝડપના કારણે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં કિશોરભાઈ એક્ટીવા પરથી જમીન પર ફંગોળાયા હતાં જેેને પગલે તેઓને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું.

આ સંબંધે મૃતકના ભાઈ રાજેશભાઈ વિશનદાસ બેલાણી દ્વારા કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!