દાહોદ શહેરના ગોધરા રોડ ખાતે ટ્રકના તોતિંગ પૈડાની નીચે આશાસ્પદ યુવક આવી જતાં ઘટના સ્થળ પર યુવકનું મોત નીપજ્યું

દાહોદ તા.5

દાહોદ શહેરના ગોધરા રોડ ઉપર ગતરોજ રાત્રીના સમયે એક કાળમુખી ટ્રકે બાઈક ચાલકને અડફેટે લેતા 19 વર્ષીય યુવકનું ઘટના સ્થળે કમાટી ભર્યું મોત નિપજતા પરિવારજનોમાં માતમ છવાયો હતો.

દાહોદ શહેરના ગોધરા રોડ ઉપર ગત રોજ રાત્રીના નવેક વાગ્યાના આસપાસ ગોધરા તરફ જતી ટ્રકે બાઈક ચાલકને અડફેટે લેતા બાઈકની પાછળ સવાર ૧૯ વર્ષીય ઓમ મહેશભાઈ રાયચંદને માથાના ભાગે કાળમુખી ટ્રકનું ટાયર ફરી વળતા યુવકનું ઘટના સ્થળે મોત નિપજતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. ટ્રક ચાલક ટ્રક મૂકી અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. તાત્કાલિક સ્થાનિક લોકોએ દાહોદ શહેર પોલીસનો સંપર્ક કરતા પોલીસ કાફલો ઘટના દોડી આવ્યો હતો. પરિવારજનો તેમના પુત્રની મોતને લઈને રોષે ભરાયા હતા અને ગાડીમાં તોડફોડ પણ કરી હતી તેમજ સ્તિથી વધુ વણશે નહી તે માટે નવનિયુક્ત એએસપી જગદીશ બાંગરવા દાહોદ એલસીબી દાહોદ એસઓજીની ટીમોનો કાફલો ગોધરા રોડ ખાતે ખડકી દેવામાં આવ્યો હતો ત્યારે નવનિયુક્ત દાહોદના એએસપી જગદીશ બાંગરવા દ્રારા પરિવારજનોને સમજાવી આશ્વાશન આપતા કાળમુખી ટ્રકને ત્યાંથી ભારે જહેમત બાદ સ્ટાર્ટ કરી ઘટના સ્થળેથી હટાવી પોલીસ પ્રોટેક્શન વચ્ચે ટ્રકને ટાઉન પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવી હતી અને મરણ જનાર યુવકના મૃતદેહને પીએમ માટે નજીકના સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આપ્યો હતો. પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: