દાહોદ ગોવિંદ નગરમાં એક મેડિકલ સ્ટોરમાં કરવાનો હાથફેરો : રૂપિયા 1.12 લાખની ચોરી કરી તસ્કરો ફરાર
દાહોદ તા.૦૬
દાહોદ શહેરના ગોવિંદનગર વિસ્તાર ખાતે આર્શિવાદ હોસ્પિટલમાં આવેલ એક મેડીકલ સ્ટોરમાં તસ્કરોએ હાથફેરો કરી મેડીકલ સ્ટોરી શટર તોડી પ્રવેશ કરી રૂા. ૧,૧૨,૦૦૦ની રોકડ રકમ ચોરી કરી તસ્કરો નાસી જતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
દાહોદ શહેરમાં આવેલ અને ચોવીસ કલાક ધમધમતો એવો વિસ્તાર ગોવિંદનગર ખાતે આવેલ આર્શિવાદ હોસ્પિટલમાં આવેલ શ્રીજી મેડીકલ સ્ટોરમાં ગત તા.૦૪ જાન્યુઆરીના રોજ રાત્રીના દશ વાગ્યા પછી કોઈપણ સમયે અજાણ્યા ચોર ઈસમો મેડીકલ સ્ટોરમાં ત્રાટક્યાં હતાં અને મેડીકલ સ્ટોરની શટરની શટરની ઠેસી તોડી નાંખી મેડીકલ સ્ટોરમાં પ્રવેશ કર્યાેં હતો. મેડીકલ સ્ટોરના ડ્રોવરમાં મુકી રાખેલ રોકડા રૂપીયા ૧,૧૨,૦૦૦ની રોકડ રકમ તસ્કરો ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે દાહોદ શહેરમાં રહેતાં જતીનકુમાર મોહનલાલ પ્રજાપતિએ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.