દાહોદમાં આજે વધુ 15 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા : દાહોદમાં આજે ઝાયડસ હોસ્પિટલ ખાતે વધતાં કોરોના સંક્રમણના કેસોને ધ્યાનમાં રાખી કોવિડ – ૧૯ આઈસીયુ કેર ટ્રેનીંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
દાહોદ તા.૦૫
દાહોદમાં આજે ૧૫ કોરોના પોઝીટીવ દર્દીઓ નોંધાતાં ખળભળાટ સાથે લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ૧૫ પોઝીટીવ કોરોના પોઝીટીવ કેસ દાહોદ શહેર વિસ્તારમાંથી સામે આવતાં આરોગ્ય તંત્ર દોડતું થયું છે. ક્યાંકને ક્યાંક દાહોદ શહેરવાસીઓની લાપરવાહી કહો કે, સરકારની ગાઈડ લાઈનનું પાલન ન થતું હોવાને કારણે દાહોદમાં હવે કોરોના પ્રસરી રહ્યો છે. એક્ટીવ કેસનો કુલ આંકડો ૪૧ ને પાર થઈ ચુંક્યો છે.
આજે દાહોદમાં આરટીપીસીઆરના ૧૩૨૬ પૈકી ૧૨ અને રેપીટ ટેસ્ટના ૩૪૧ પૈકી ૦૩ કોરોના પોઝીટીવ કેસો નોંધાયાં છે. આ ૧૫ કેસ પૈકી દાહોદ અર્બન વિસ્તારમાંથી ૧૧ સામે આવ્યાં છે જ્યારે ૪ કેસ પૈકી ૨ દાહોદ ગ્રામ્ય અને ૨ ગરબાડામાંથી નોંધાયાં છે. દાહોદમાં દિનપ્રતિદિન કોરોનાના કેસો વધતાં એક્ટીવ કેસોની સંખ્યામાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. આજના ૧૨ પોઝીટીવ કેસો સાથે એક્ટીવ કેસની કુલ સંખ્યા ૨૬ પર પહોંચી જવા પામી છે. દાહોદ શહેરમાંથી એકસાથે ૧૫ કોરોના પોઝીટીવ કેસો સામે આવતાં દાહોદ શહેરવાસીઓમાં ફફડાટ સાથે ચકચાર મચી જવા પામ્યો છે. દાહોદ શહેરમાં આસપાસના ગ્રામીણ વિસ્તારના લોકો ખરીદી માટે ઉમટી પડી છે. જાહેરમાં સરકારની ગાઈડલાઈનનું છડેચોક ઉલ્લંઘન પણ થતો જાેવા મળી રહ્યો છે. લોકો બેફીકર રીતે માસ્ક વગર પણ ફરતાં જાેવા મળી રહ્યાં છે. સોશીયલ ડિસ્ટન્સનો પણ બજારોમાં અભાવ જાેવા મળી રહ્યો છે જ્યાં જુઓ ત્યાં બજારોમાં ભારે ભીડ પણ જાેવા મળી રહી છે ત્યારે ક્યાંકને ક્યાંક દાહોદ શહેરવાસીઓની કોરોના સંક્રમણ પ્રત્યેની બેદકકારી અને સરકારના નિયમોનું પાલન ન કરતાં હોવાને કારણે દાહોદમાં કોરોના છેલ્લા કેટલાંક દિવસોથી વકરી રહ્યો છે. આજના ૧૨ કોરોના પોઝીટીવ કેસોને પગલે આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. એક્ટીવ કેસની સંખ્યાં ૪૧ અને અત્યાર સુધી કુલ મૃત્યુઆંક ૩૩૯ નોંધાયો છે.
દાહોદમાં આજે ઝાયડસ હોસ્પિટલ ખાતે વધતાં કોરોના સંક્રમણના કેસોને ધ્યાનમાં રાખી કોવિડ – ૧૯ આઈસીયુ કેર ટ્રેનીંગ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દાહોદ ઝાયડસના સી.ઈ.ઓ.સંજયકુમાર, મેડીકલ સુપ્રિન્ટેન્ડટ ર્ડા. ભરત હઠીલા, મોહીત દેસાઈ, કોવિડ નોડલ ઓફિસર ર્ડા. કમલેશ નિનામા ને જનરલ મેનેજર પ્રકાશ પટેલ સહિત હોસ્પિટલના સ્ટાફ મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

