દાહોદમાં એક યુવકે એક ૨૮ વર્ષીય પરણિતા સાથે સોશીયલ મીડીયાના ફેસબુક માધ્યમથી મિત્રતાં કર્યાં બાદ તેણીની સાથે મુલાકાત દરમ્યાન અવાર નવાર દુષ્કર્મ આચરતાં પરણિતા દ્વારા પોલીસમાં ફરિયાદ


દાહોદ તા.૦૭

દાહોદ શહેરમાં રહેતી એક ૨૮ વર્ષીય પરણિતાનો ફેસબુક ઉપર એક યુવક સાથે સંપર્ક થયો હતો અને યુવક દ્વારા પરણિતાને મળ્યાં બાદ તેને જુદી જુદી જગ્યાએ લઈ જઈ પત્નિ તરીકે રાખવા સારૂં લાલચ આપી અવાર નવાર બળાત્કાર ગુજાર્યાે હતો અને વિડીયો ક્લીપ સોશીયલ મીડીયામાં વાઈરલ ધમકી આપતાં આ સંબંધે પરણિતાએ દાહોદ શહેર પોલીસ મથકે યુવક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

દાહોદમાં રહેતી એક ૨૮ વર્ષીય પરણિત યુવતીનો સંપર્ક દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કાળા પીપળ ગામે રહેતો પ્રવિણભાઈ બચુભાઈ સંગાડા સાથે સોશીયલ મીડીયાના ફેસબુક માધ્યમથી થયો હતો. ફેસબુક ઉપર એકબીજા સાથે વાતચીત કર્યાં બાદ એકબીજાના મોબાઈલ નંબરોની પણ આપલે કરી સંપર્કમાં રહેતાં હતાં ત્યારે તારીખ ૧૫.૦૫.૨૦૨૧ થી તારીખ ૦૨ જાન્યુઆરી ૨૦૨૨ સુધીના સમયગાળા દરમ્યાન બંન્ને એકબીજાને મળવા લાગ્યાં હતાં અને આ દરમ્યાન પ્રવિણભાઈ દ્વારા ૨૮ પરણિતાને પત્નિ તરીકે રાખવા સારૂં લાલચ આપી, પટાવી ફોસલાવી જુદી જુદી જગ્યાએ લઈ જઈ અવાર નવાર બળાત્કાર ગુજાર્યાેં હતો અને વીડીયો ક્લીપ વાઈરલ કરી દેવાની પરણિતાને ધમકી આપતાં આ સંબંધે બળાત્કારનો ભોગ બનેલ પરણિતા દ્વારા ઉપરોક્ત યુવક વિરૂધ્ધ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: