દાહોદ તાલુકામાં આરોગ્ય વિભાગના એન.એચ.એમ.વિભાગના ૨૦૦થી વધુ કર્મચારીઓ છેલ્લા બે માસથી પગારથી વંચિત : તાલુકા આરોગ્ય અધિકાને લેખિતમાં રજુઆત

દાહોદ તા.8

દાહોદ તાલુકામાં વિભાગના આરોગ્ય વિભાગના એન.એચ.એમ.ના 200થી વધુ આરોગ્ય કર્મચારીઓને છેલ્લા બે માસથી પગાર ન મળતા હોવાના આક્ષેપો સાથે આજરોજ આ મામલે તાલુકા આરોગ્ય અધિકારીને લેખિત રજૂઆત કરી હોવાનું જાણવા મળે છે.

છેલ્લા બે વર્ષ દરમિયાન કોરોના મહામારીમાં નાનામાં નાનો અને મોટામાં મોટો કોઈ પણ હોય તેવા આરોગ્ય કર્મચારીઓનો કોરોના મહામારીની કામગીરીમાં આવા કર્મચારીઓનો મહત્વનો ફાળો રહ્યો છે અને ખડે પગે કોરોના મહામારી દરમિયાન પણ પોતાની નિષ્ઠા સફળ કામગીરી બજાવી હતી અને હાલ પણ બજાવી રહ્યા છે ત્યારે દાહોદ તાલુકામાં કોરોના મહામારીમાં સતત ખડે પગે રહી લોકોની સારવાર કરનાર N.H.M.ના આરોગ્ય કર્મીઓ છેલ્લા બે માસથી પગાર માટે વલખા મારી રહ્યા છે. કોરોનાએ ફરીથી માથુ ઉંચક્યું છે ત્યારે જીવની પરવા કર્યા વગર લોકોના આરોગ્ય માટે સતત કામ કરતા કર્મીઓને પગાર નહીં ચૂકવાતા મુશ્કેલી મુકાઈ ગયા છે. દાહોદ નેશનલ હેલ્થ મિશન હસ્તકના કોન્ટ્રાક્ટમાંથી નોકરી કરતા 200થી વધુ કર્મચારીઓને નવેમ્બર માસથી પગાર ચુકવ્યો નથી. બે માસથી આ કર્મચારીઓને પગાર ના મળતા તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર ભગીરથ બામણિયાને લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!