દાહોદ તાલુકાના રાબડાળ ગામેથી પોલીસે બે મહિલા સહિત ત્રણ જણા પાસેથી રૂા.૪૪ હજારનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૭
દાહોદ તાલુકાના રાબડાળ ગામે પોલીસે બે મહિલા સહિત ત્રણ જણા પાસેથી થેલાઓમાં ભરી રાખેલ વિદેશી દારૂનો કુલ રૂા. ૪૪,૮૮૦ના પ્રોહી જથ્થા સાથે ત્રણેયને ઝડપી પાડી તપાસ હાથ ધરી છે.
ગત તા. રાબડાળ ગામે મુવાલીયા ક્રોસીંગ પરથી પોલીસ બપોરના ૨ વાગ્યાના આસપાસ પસાર થઈ રહી હતી તે સમયે ત્યાં ઉભેલ ગંગાબેન પોપટભાઈ કલારા (રહે.ધામરડા, તા.દાહોદ), અંબુબેન શંકરભાઈ ડામોર (રહે. માતવા, તા.દાહોદ) અને રમણભાઈ નરેશભાઈ ભુરીયા (રહે. વરમખેડા, તા. દાહોદ) આ ત્રણેય જણા પોતાની સાથે થેલાઓ સાથે ઉભા હતાં ત્યારે પોલીસને તેઓની ઉપર શંકા જતાં તેઓની પાસે જઈ પુછપરછ કરી હતી પરંતુ પોલીસને સંતોષકારક જવાબ ન મળતાં પોલીસે તેઓની પાસે રહેલ થેલાઓની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની કુલ બોટલો નંગ. ૩૫૬ કિંમત રૂા. ૪૪,૮૮૦ના પ્રોહી જથ્થા સાથે ઉપરોક્ત ત્રણેય ઈસમોને પોલીસે અટકાયત કરી આ સંબંધે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

