દાહોદ જિલ્લામાં કોરોના વિસ્ફોટ : એકજ દિવસમાં ૨૩ કોરોના પોઝીટીવ દર્દી સામે આવ્યાં
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૮
દાહોદ જિલ્લામાં આજે કોરોના બોમ્બ ફુટ્યો છે. આજે એકજ દિવસમાં ૨૩ કોરોના પોઝીટીવ કેસ નોંધાતાં જિલ્લાવાસીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. વધતાં કેસોને પગલે આરોગ્ય તંત્રમાં પણ ચિંતાનો માહોલ જાેવા મળી રહ્યો છે. દાહોદની સરકારી હોસ્પિટલો ખાતે વધતાં કેસોને ધ્યાનમાં રાખી આરોગ્યલક્ષી સેવાઓનો આરંભ કરી દેવામાં આવ્યો છે તે સાથે બેડોની વ્યસ્થા પણ વધારી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. વધતા કેસોની સાથે સાથે સાજા થતાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો જાેવા મળી રહ્યો છે જેમાં આજે ૮ દર્દીઓ કોરોનાથી સાજા થતાં તેઓને હોસ્પિટલમાં રજા આપવામાં આવી હતી.
આર.ટી.પી.સી.આર.ના ૩૧૮૭ પૈકી ૧૮ અને રેપીટ ટેસ્ટના ૪૮૯ પૈકી ૫ મળી આજે કુલ ૨૩ કોરોના પોઝીટીવ દર્દીઓ નોંધાયાં છે. વધતાં કેસોને પગલે જિલ્લાવાસીઓમાં ફફડાટ જાેવા મળ્યો છે. દાહોદ જિલ્લામાં હાલ પણ સરકારની કોરોના ગાઈડલાઈનનું છડેચોક ઉલ્લંઘન થઈ રહ્યું છે. બજારોમાં લોકો માસ્ક વગર ફરી રહ્યાં છે. બજારોમાં સોશીયલ ડિસ્ટન્સનો પણ અભાવ જાેવા મળી રહ્યો છે ત્યારે સમગ્ર મામલે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વધતાં કેસોને ધ્યાનમાં રાખી અંકુશ લાવવાના પ્રયાસો કરે તે અત્યંત આવશ્યક બન્યું છે. આજે ૮ દર્દીઓ સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. એક્ટીવ કેસની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. આજના ૨૩ કેસોની સંખ્યા સાથે એક્ટીવ કેસની કુલ સંખ્યા ૭૨ ને પાર થવા પામી છે. આજના ૨૩ કોરોના પોઝીટીવ કેસો પૈકી ૧૬ દાહોદ અર્બન વિસ્તારમાંથી સામે આવ્યાં છે જ્યારે ૨ દાહોદ ગ્રામ્ય, ઝાલોદ ગ્રામ્યમાંથી ૨, દેવગઢ બારીઆ ગ્રામ્યમાંથી ૨ અને ગરબાડામાંથી ૧ કેસ સામે આવ્યો છે. દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૭૨૨૭ ને પાર થઈ ચુંક્યો છે.