દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગામેથી પોલીસે એક્ટીવા ટુ વ્હીલર ગાડી પર લઈ જવાતો વિદેશી દારૂના જથ્થા સાથે ચાલકની અટકાયત કરી : અન્ય બે વિરૂધ્ધ પણ ગુનો દાખલ કરાયો
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૯
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગામે એક્ટીવ ટું વ્હીલર ગાડી પર વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ઈસમને પોલીસે ઝડપી પાડી કુલ રૂા.૫૪,૪૧૦ના પ્રોહી જથ્થા સાથે એક્ટીવ ટું વ્હીલર ગાડી કબજે કર્યાંનું જાણવા મળે છે જ્યારે આ બનાવમાં અન્ય બે મળી કુલ ત્રણ ઈસમો વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગત તા.૦૮મી જાન્યુઆરીના રોજ ઝાલોદ તાલુકાના દેપાડા ગામે રહેતો પિયુષભાઈ શંકરભાઈ પરમાર પોતાના કબજાની એક્ટીવ ટુ વ્હીલર ગાડી પર વિદેશી દારૂનો જથ્થો લઈ હેરાફેરી કરતો હતો. આ અંગેની બાતમી લીમડી પોલીસને મળતાં લીમડી પોલીસે પિયુષભાઈને એક્ટીવ ટું વ્હીલર ગાડી સાથે ઝડપી પાડી તેની પાસેથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ.૩૭૭ કિંમત રૂા. ૫૪,૪૧૦નો પ્રોહી જથ્થો મળી એક્ટીવાની કિંમત મળી કુલ રૂા.૮૯,૪૧૦નો મુદ્દામાલ કબજે કર્યાેં હતો જ્યારે આ બનાવમાં વિદેશી દારૂનો જથ્થો આપનાર શૈલેષભાઈ નરસીંગભાઈ ડામોર (રહે. રૂપાખેડા, તા.ઝાલોદ, જિ.દાહોદ) અને એક્ટીવા ટુ વ્હીલરના માલિક દિનેશભાઈ દલસીંગભાઈ પરમાર (રહે. ખુટનખેડા, ઘાટી ફળિયું, તા. ઝાલોદ, જિ.દાહોદ) નાની સામે પણ લીમડી પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.