ગરબાડાના મીનાક્યાર ગામે અજબ અકસ્માત થયો : બસની નીચે જેક નાંખી સમારકામ કરતાં જેક ઝટકતાં ચાલકની દબાઈ જતાં મોત
વાક્શક્તિ, દાહોદ તા.૧૦
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના મીનાક્યાર ગામે અજીબો ગરીબ અકસ્માત સામે આવ્યો છે જેમાં એક બસનો ચાલક બસનું સમારકામ કરવા બસની નીચે જેક લગાડી કામ કરતો હતો તે સમયે જેક છટકતાં બસની નીચે દબાઈ જતાં તેનું ઘટના સ્થળ પરજ કમકમાટી ભર્યું મોત નીપજતાં ચકચાર મચી જવા પામી હતી.
આજરોજ મિનાક્યાંર ગામે બોર્ડર પર મધ્યપ્રદેશ પરિવહનની બસનો ચાલક બસ નીચે જેક મુકી બસનું સમારકામ કરી રહ્યો હતો. આ દરમ્યાન એકાએક બસ નીચે લગાવવામાં આવેલ જેક છટકી જતાં નીચે બસનું સમારકામ કરી રહેલ બસનો ચાલક બસની નીચે દબાઈ ગયો હતો. જાેતજાેતામાં બસના ચાલકનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યાં હતાં. ચાલકને બસની નીચેથી કાઢવા માટે આસપાસના લોકોએ ખુબ મહેનત કરી પરંતુ બસનો ચાલક ના નીકળતાં આખરે મૃતક બસના ચાલકને બસની નીચેથી કાઢવા માટે જેસીબીની મદદ લેવામાં આવી હતી અને જેસીબીની મદદથી બસને ઉપર કરી નીચેથી મૃતક બસના ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને થતાં પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી અને ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલંશ સેવા મારફતે મૃતક બસના ચાલકને નજીકના દવાખાને પીએમ અર્થે રવાના કરી દેવામાં આવ્યાં હતાં.

