દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના કાલીયા ગામેથી સગીર બાળાનું અપહરણ
દાહોદ તા.૧૧
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના કાળીયા ગામેથી એક ૧૨ વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી, પત્નિ તરીકે રાખવા સારૂં એક યુવક અપહરણ કરી લઈ નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાવવા પામી છે.
ગત તા. ૨૧મી ડિસેમ્બરના રોજ ફતેપુરા તાલુકાના લખણપુર ગામે રહેતો હિતેશભાઈ લાલસીંગભાઈ ચારેલે ફતેપુરા તાલુકામાં રહેતી એક ૧૨ વર્ષીય સગીરાને પટાવી, ફોસલાવી, લગ્નની લાલચ આપી, પત્નિ તરીકે રાખવા સારૂં અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સુખસર પોલીસ મથકે સગીરાના પિતા દ્વારા ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.