દાહોદ જિલ્લામાં વિતેલા ચોવીસ કલાકની અંદર દાહોદ જિલ્લા પોલીસે અલગ અલગ સ્થળાએ પ્રોહી રેડ કરતાં કુલ ચાર સ્થળોએથી કુલ રૂા. ૧,૨૪,૧૨૨ના પ્રોહી જથ્થો કબજે કર્યો : કુલ ત્રણ વ્યક્તિઓને અટક : એક ફોરવિલ ગાડી મળી બે વાહનો જપ્ત કર્યા

દાહોદ તા.૧૧

દાહોદ જિલ્લામાં વિતેલા ચોવીસ કલાકની અંદર દાહોદ જિલ્લા પોલીસે અલગ અલગ સ્થળાએ પ્રોહી રેડ કરતાં કુલ ચાર સ્થળોએથી કુલ રૂા. ૧,૨૪,૧૨૨ ના પ્રોહી જથ્થા મોટરસાઈકલ તેમજ ફોર વ્હીલર ગાડી કબજે કર્યાંનું જાણવા મળે છે ત્યારે ચાર બનાવમાં કેટલાંક વ્યક્તિઓને ઝડપી પાડ્યાનું ત્યારે કેટલાંક વ્યક્તિઓ પોલીસને જાેઈ નાસી જવામાં સફળ રહ્યાં છે.

પ્રોહીનો પ્રથમ બનાવ ઝાલોદ તાલુકાના ધાવડીયા ગામે ચેકપોસ્ટ પર બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૦મી જાન્યુઆરીના રોજ ગજેન્દ્રસિંહ મંગલસિંહ ડોડીયા (રહે. પીપલોદા, મધ્યપ્રદેશ) નો પોતાની સાથે કંતાનના થેલામાં વિદેશી દારૂ લઈ પસાર થઈ રહ્યો હતો ત્યારે પોલીસને તેની ઉપર શંકા જતાં તેને ઉભો રખાવી તેની પાસેના થેલાઓની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની કુલ બોટલો નંગ. ૭૨ કિંમત રૂા. ૨૬,૪૧૭ના જથ્થા સાથે પોલીસે તેને ઝડપી પાડ્યો હતો અને તેની પુછપરછ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો અશોકભાઈ નામક વ્યક્તિ (રહે. બાંસવાડા, રાજસ્થાન) ને ભરી આપ્યો હતો અને અજયભાઈ (રહે. વડોદરા) નાએ મંગાવ્યો હોવાનું કબુલતાં પોલીસે ઉપરોક્ત ત્રણેય ઈસમો વિરધ્ધ ઝાલોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રોહીનો બીજાે બનાવ લીમખેડા તાલુકાના વટેડા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા. ૧૦મી જાન્યુઆરીના રોજ પોલીસને મળેલ બાતમીના આધારે વટેડા ગામે ભાભોર ફળિયામાં રહેતાં રમેશભાઈ સુક્રમભાઈ બારીઆના રહેણાંક મકાનમાં પોલીસે ઓચિંતો છાપો મારતાં પોલીસે રમેશભાઈને ઝડપી પાડ્યો હતો અને તેના મકાનની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની બોટલો નંગ. ૧૬૯ કિંમત રૂા. ૨૭,૬૬૫ના પ્રોહી જથ્થા સાથે લીમખેડા પોલીસે રમેશભાઈ વિરૂધ્ધ લીમખેડા પોલીસ મથકે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રોહીનો ત્રીજાે બનાવ દેવગઢ બારીઆ તાલુકાના આંકલી ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૦મી જાન્યુઆરીના રોજ દેવગઢ બારીઆ તાલુકાના નાડાતોડ ગામે રહેતાં હરેશભાઈ ભાવસીંગભાઈ સુથાર પોતાના કબજાની મોટરસાઈકલ પર વિદેશી દારૂ ભરી હેરાફરી કરતો હતો. આ દરમ્યાન આંકલી ગામે નાકાબંધીમાં ઉભેલ પોલીસને જાેઈ હરેશભાઈએ પોતાની મોટરસાઈકલ પર લટકાવેલ વિદેશી દારૂ ભરેલ કંતાનનો થેલો સ્થળ પર મુકી મોટરસાઈકલ લઈ નાસી ગયો હતો. પોલીસે કંતાનના થેલામાંથી વિદેશી દારૂનો કુલ રૂા. ૨૮,૪૪૦ના પ્રોહી જથ્થા સાથે મોટરસાઈકલ લઈ ફરાર હરેશભાઈ ભાવસીંગભાઈ સુથાર વિરૂધ્ધ સાગટાળા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રોહીનો ચોથો બનાવ દાહોદ તાલુકાના રાબડાળ ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૦મી જાન્યુઆરીના રોજ રાબડાળ ગામે હાઈવે રોડ પર પોલીસ નાકાબંધીમાં હતી તે સમયે ત્યાંથી દિવાકર અશોકભાઈ દરબાર અને કૌશલભાઈ ભાનુભાઈ પંચાલ (બંન્ને રહે. અમદાવાદ) આ બંન્ને ઈસમો પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી લઈ પસાર થઈ રહ્યાં હતાં ત્યારે રસ્તામાં નાકાબંધીમાં ઉભેલ પોલીસને શંકા જતાં તેઓને ઉભા રખાવ્યાં હતાં અને પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ ન મળતાં પોલીસે તેઓની ફોર વ્હીલર ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની કુલ બોટલો નંગ. ૮૬ કિંમત રૂા. ૪૧,૬૦૦ના પ્રોહી જથ્થા સાથે ફોર વ્હીલર ગાડી કબજે કરી દાહોદ તાલુકા પોલીસે ઉપરોક્ત બંન્ને ઈસમો વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!