દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના આંબાકાચ ગામએ ગ્રામ પંચાયતની ચૂંટણી સંબંધી થયેલ મારામારીના બનાવોમાં પોલીસમાં ફરિયાદ નોંધાઇ : મહિલા સહિત પાંચ થી છ વ્યક્તિઓને ઇજા

દાહોદ તા.૧૧

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના આંબાકાચ ગામે ગ્રામ પંચાયતની ચુંટણી સંબંધી મારામારી, ધિંગાણાના બનેલા બે બનાવોમાં મારક હથિયારો સાથે ઘસી આવેલ ટોળાના હુમલામાં મહિલા સહિત કુલ ૬ વ્યક્તિઓને શરીરે ઈજાઓ થયાનું જાણવા મળે છે.

આંબાકાચ ગામે મારામારીના પ્રથમ બનાવમાં ગામમાં રહેતાં રસીયાભાઈ ગલીયાભાઈ મોહનીયાએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યાં અનુસાર, ગત તા. ૦૯મી જાન્યુઆરીના રોજ પોતાના ગામમાં રહેતાં સુનીલભાઈ ગલાભાઈ મોહનીયા, ભારતભાઈ નરવાભાઈ મોહનીયા, અને સવાભાઈ કશનાભાઈ મોહનીયાનાઓએ ગ્રામ પંચાયતની ચુંટણીમાં વોટ નહીં આપવાની અદાવત રાખી પોતાના ગામમાં રહેતાં રસીયાભાઈ મોહનીયાના ઘરે ગોફણો, હાથમાં પથ્થરો, લાકડીઓ વિગેરે જેવા હથિયારો સાથે ઘસી આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં રસીયાભાઈને લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપી ભારે ધિંગાણું મચાવતાં રસીયાભાઈ મોહનીયાએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરીછે.

આંબાકાચ ગામે બનેલ બીજા બનાવમાં ગામમાં રહેતાં કનુભાઈ મગનભાઈ પલાસે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યાં અનુસાર, ગત તા.૦૯મી જાન્યુઆરીના રોજ પોતાના ગામમાં રહેતાં વિપુલભાઈ સમસુભાઈ મોહનીયા, અજીતભાઈ સમસુભાઈ મોહનીયા, સમસુભાઈ છગનભાઈ મોહનીયા, નારણભાઈ સબુરભાઈ મોહનીયા, રમેશભાઈ વાલચંદભાઈ મોહનીયા, જયેશભાઈ રમેશભાઈ મોહનીયા, નવીનભાઈ નરજુભાઈ મોહનીયા,  રાજુભાઈ નરજુભાઈ મોહનીયા,  અરવિંદભાઈ કાળીયાભાઈ મોહનીયા, ફતીયાભાઈ ખીમાભાઈ મોહનીયા,  નબળાભાઈ ખીમલાભાઈ મોહનીયાનાઓએ એકસંપ થઈ ગેરકાયદે મંડળી બનાવી પોતાની સાથે લાકડીઓ, પથ્થરો વિગેરે જેવા મારક હથિયારો ધારણ કરી ચુંટણીમાં હારી જવાની અદાવત રાખી કનુભાઈ મગનભાઈ પલાસ, મનુભાઈ, સુમલાભાઈ મગનભાઈ ડામોર, રમીલાબેન સુમલાભાઈ ડામોર અને કાજલબેન સુમલાભાઈ ડામોરને લાકડી વડે, પથ્થર વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતાં આ સંબંધે ઈજાગ્રસ્ત કનુભાઈ મગનભાઈ પલાસે ધાનપુર પાલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: