દાહોદ જિલ્લા કોન્ટ્રાક્ટર એસોશીએશન દ્વારા પોતાના વિવિધ પડતર પ્રશ્નો સંબંધએ દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજુઆત કરી
દાહોદ તા.૧૧
ગુજરાત રાજ્યમાં ચાલતાં સરકારી કામોમાં વપરાતા ગુજરાત રાજ્ય રાજ્ય બાંધકામ ક્ષેત્રે વપરાતા સ્ટીલ, સિમેન્ટ, ડામર, રેતી, કપચી, ઈંટો સહિતના મટીરીયલ તેમજ ટ્રાન્સપોર્ટેશન તમજ અન્ય બિલ્ડીંગ મટીરીયલ તેમજ કારીગરો અને મજુરીના ભાવોમાં થયેલ અસહ્ય ભાવ વધારા તથા કોન્ટ્રાક્ટોના અન્ય પ્રશ્નો તેમજ તેના નિરાકરણ બાબતે આજરોજ દાહોદ જિલ્લા કોન્ટ્રાક્ટર એસોશીએશન દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.
દાહોદ જિલ્લા કોન્ટ્રાક્ટર એસોશીએશન દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર, ગુજરાત સરકારમાં માર્ગ અને મકાન વિભાગ, સિંચાઈ વિભાગ, નિગમો, પંચાયતો, અર્બન ડેવલપમેન્ટો વિભાગ, પોલીસ આવાસો, નગરપાલિકાઓ તેમજ અન્ય વિભાગોમાં કોન્ટ્રાક્ટરો વર્ષાેથી જુના ભાવે કામો કરી રહ્યાં છે. તાજેતરમાં ગુજરાત રાજ્યમાં બાંધકામ ક્ષેત્રે વપરાતાં સ્ટીલ, સિમેન્ટ, ડામર, રેતી, કપચી, ઈંટો સહિતના અન્ય બિલ્ડીંગ મટીરીયલ્સ તેમજ ટ્રાન્સપોર્ટેશન તથા કારીગરો અને મજુરીના ભાવોમાં આશરે ૩૦ ટકા થી ૪૦ ટકા જેટલો ભાવ વધારો થયેલ છે જેથી ચાલુ કામો કોન્ટ્રાક્ટરો દ્વારા જુના ભાવે પુરા કરવા શક્ય નથી. ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોશીએશનના પ્રતિનિધિઓ ગુજરાત રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગના મંત્રીને તારીખ ૦૭.૧૨.૨૦૨૧ના રોજ રૂબરૂં મળી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં ભાવ વધારા અંગે તેમજ કોન્ટ્રાક્ટરોના અન્ય પ્રશ્નો અંગે રજુઆત કરવામાં આવી હતી તેમ છતાં સરકાર દ્વારા કોઈ હકારાત્મક પ્રતિભાવ ન મળતાં આ અંગે ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોશીએશનની મીટીંગ તારીખ ૦૩.૦૧.૨૦૨૨ના રોજ અમદાવાદ ખાતે બોલાવવામાં આવી હતી જેમાં અનેક પ્રશ્નો સંબંધી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં બાંધકામ ક્ષેત્રએ વપરાતાં સ્ટીલ, સિમેન્ટ, ડામર, રેતી, કપચી, ઈંટો સહિતના મટીરીયલ તેમજ ટ્રાન્સપોર્ટેશન તેમજ અન્ય બિલ્ડીંગ મટીરીયલ્સ તેમજ કારીગરો એ મજુરીના ભાવોમાં થયેલ અસહ્ય ભાવ વધારો, આયાતી ડામર વપરાશ માટેના નવા જી.આર. અંગે, સ્ટાન્ડર્ડ બીડીંગ ડોક્યુમેન્ટનો અમલ કરવા બાબત, ચાલુ કામોમાં જી.એસ.ટી. વધારાની ભરપાઈ, ટેન્ડરોની કિંમત જી.એસ.ટી. સિવાયની કરવા બાબત, શિડ્યુલ ઓફ રેટ્સ અપડેટ કરવા બાબત તેમજ અન્ય પડતર પ્રશ્નોનું નિરાકરણ કરબા બાબતે આજરોજ દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.