દાહોદ જિલ્લાના ફતેપુરા નગરમાં પોલીસે એક પતંગની દુકાનમાં ઓચિંતો છાપો મારી રૂા. ૧૨૦૦ની કિંમતની ચાઈનીઝ દોરી ઝડપી પાડી
દાહોદ તા.૧૨
દાહોદ જિલ્લાના ફતેપુરા નગરમાંથી એક પતંગના દુકાનદાર ચાઈનીઝ દોરીનું વેચાણ કરતો હોવાની પોલીસને બાતમી મળતાં પોલીસે પતંગની દુકાનમાં ઓચિંતી તપાસ હાથ ધરતાં પતંગની દુકાનમાંથી ચાઈનીઝ દોરીની મોટી રીલ નંગ. ૩ કિંમત રૂા. ૧૨૦૦ની ચાઈનીઝ દોરી ઝડપી પાડી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
દાહોદ જિલ્લામાં ઉતરાયણ પર્વ નિમિત્તે વહીવટી તંત્ર દ્વારા ચાઈનીઝ દોરી ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે ત્યારે ફતેપુરા નગરમાં ગત તા.૧૧મી જાન્યુઆરીના રોજ જાહેરનામાની અમલવારી સારૂ પોલીસ કર્મચારીઓ નગરમાં પતંગની દુકાનમાં તપાસ હાથ ધરતી હતી તે સમયે મળેલ બાતમીના આધારે ફતેપુરા નગરના પાટવેલ રોડ પર આવેલ કિશન મોબાઈલ શોપ નામની પતંગની દુકાનમાં રેડ કરતાં ચાઈનીઝ દોરીની મોટી રીલ નંગ. ૩ કિંમત રૂા.૧૨૦૦ ની ચાઈનીઝ દોરી કબજે કરી ફતેપુરા પોલીસે દુકાનના માલિક કિરીટભાઈ રમણભાઈ પ્રજાપતિ સામે જાહેરનામાના ભંગ બદલ ચાઈનીઝ દોરાનું વેચાણ કરવા મામલે તેમની સામે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી રાખવાનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

