ભારતીય ટ્રાયબલ ટાઈગર સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષને તડીપાર કરાતાં ભારતીય ટ્રાયબલ પાર્ટી, દાહોદ દ્વારા તેઓને તડીપાર કરવાનો હુકમ રદ કરવામાં આવે તે માટે દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું

દાહોદ તા.૧૨

ભારતીય ટ્રાયબલ ટાઈગર સેનાના નર્મદા જિલ્લા ગુજરાત પ્રદેશ અધ્યક્ષને રાજકીય કિન્નાખોરી રાખી ખોટી રીતે તડીપાર કરેલ હોય તેવા આક્ષેપો સાથે આજરોજ ભારતીય ટ્રાયબલ પાર્ટી, દાહોદ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તડીપારનો હુકમ રદ કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી.

ભારતીય ટ્રાયબલ પાર્ટી, દાહોદ દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર, ચૈતરભાઈ દામજીભાઈ વસાવા (રહે. બોગજ, તા. દેડિયાપાડા, જિ. નર્મદા) એ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના થી જુન ૨૦૨૧ સુધી પ્રથમ નર્મદા જિલ્લાના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવેલ છે હાલ તેઓ ભારતીય ટ્રાયબલ ટાઈગર સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છે. આવેદનપત્રમાં આક્ષેપો કરવામાં આવ્યાં છે કે, ભાજપની ટીમ દ્વારા પત્ર તથા આવેદનપત્ર આફી ચૈતરભાઈ વસાવા નક્શલવાદ, આતંકવાદ, કોમવાદ, દારૂ - જુગાર અને દેહશતનું વાતાવપણ ઉભુ કર છે જાે તેમને તડીપાર, પાસા, ગુંડાધારા હેઠળ કાર્યવાહી કરવામાં ન આવે તો આમરણ ઉપવાસ પર બેશીસુ, તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી જે બાબતને વશ થઈ પ્રશાસન દ્વારા ચૈતરભાઈ વસાવાને એક વર્ષ માટે જિલ્લામાંથી તારીખ ૦૬.૦૧.૨૦૨૨ના રોજ હદપાર કરવામાં આવ્યાં છે. ચૈતરભાઈ સારા એવા સામાજીક કાર્યકર્તાં હોઈ અને લોકોની પડખે હરહંમેશ ઉભા રહે છે. લોકોને તેઓ સાથ અને સહકાર આપી મદદરૂપ પણ થયાં છે. લોકડાઉ સમયે ચૈતરભાઈ ગરીબ અને જરૂરીયાતમંદ લોકોની મદદે પણ આવ્યાં છે. ચૈતરભાઈએ ગરીબો, મજુરી, યુવા વર્ગ, બેરોજગાર યુવકોની પડખે રહી અવાજ પણ ઉઠાવ્યો છે. ચૈતરભાઈ સારા એવા વ્યક્તિ પણ છે અને સાથે સાથે એજ્યુેકેટ વ્યક્તિ અને સારી શાખ ધરાવતાં વ્યક્તિ હોઈ ભાજપા દ્વારા તેઓને ખોટી રીતે ફસાવી તેઓની તડીપાર કરાવ્યાં હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યાં છે. ચૈતરભાઈના થકી ઘણા લોકોને રોજગારી પણ મળે છે. ચૈતરભાઈ વસાવા લોકોમાં સામાજીક, રાજકીય, ધાર્મિક, બંધારણ તથા યોજનાકીય જન જાગૃતિનું કામ કરતાં હોય જેના ધ્યાનમાં રાખી નેતાઓએ પોતાની સત્તા ગુમાવવાના ભયથી રાજકીય કિન્નાખોરી કરી તેઓને તડીપાર કરવામાં આવેલ છે જેથી તડીપારનો હુકમ રદ કરવામાં આવે તેવી દાહોદ જિલ્લા કલેક્ટર સમક્ષ ભારતીય ટ્રાયબલ પાર્ટી, દાહોદ દ્વારા આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!