દાહોદ જિલ્લાના લીમખેડા નગરમાં તસ્કરોનો આતંક : ધાર્મિક પ્રસંગે ગયેલ પરિવારના બંધ મકાનમાં તસ્કરોએ હાથફેરો કરી રોકડા રૂપીયા સહિત સોના – ચાંદીના દાગીના લઈ તસ્કરો ફરાર : રૂા. ૪૫,૦૦૦ની મત્તાની ચોરી
દાહોદ તા.૧૨
દાહોદ જિલ્લાના લીમખેડા નગરમાં પોતાના મકાનને તાળુ મારી ધાર્મિક વિધીમાં ગયેલા એક પરિવારના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા રૂપીયા ૧૦,૦૦૦, સોના - ચાંદીના દાગીના વિગેરે મળી કુલ રૂા. ૪૫,૦૦૦ની મત્તાની ચોરી કરી તસ્કરો નાસી જતાં પંથકમાં તસ્કરોના આતંકને પગલે ફફડાટ સાથે પોલીસની નાઈટ પેટ્રોલીંગ પર અનેક સવાલો સાથે આક્રોશ પણ જાેવા મળ્યો હતો.
ગત તા.૦૮મી જાન્યુઆરીના રોજ લીમખેડા નગરમાં મેઈન બજારમાં રહેતાં અનીલભાઈ શાંતીલાલ જાની તથા તેમનો પરિવાર કાલોલ તાલુકાના મલાવ ગામે ધાર્મિક પ્રસંગ હોઈ વિધીમાં પોતાના લીમખેડા નગરમાં આવેલ પોતાના મકાનને તાળુ મારીગયાં હતાં તે સમયે તારીક ૮ થી ૯ જાન્યુઆરીના સમયગાળા દરમ્યાન રાત્રીના કોઈપણ સમયે અજાણ્યા ચોર ઈસમોએ મકાનનું તાળુ તોડી અંદર પ્રવેશ કર્યાં હતો અને મકાનમાં મુકી રાખેલ રસોડાના ડ્રોવરમાંથી રોકડા રૂપીયા ૧૦,૦૦૦, ચાંદીના ભોરીયા, કંદોરો, સાનાની વિટી નંગ. ૧, ચાંદીના છડા વિગેરે મળી કુલ રૂા. ૪૫,૦૦૦ની ચોરી કરી લઈ નાસી જતાં પંથકમાં આ ચોરીની ઘટનાની વાયુવેગ સમાચાર ફેલાતાં આસપાસના લોકોએ અનીલભાઈને જાણ કરી હતી અને અનીલભાઈ તથા તેમના પરિવારજનો તાત્કાલિક લીમખેડાના પોતાના ઘરે દોડી આવ્યાં હતાં.
આ સંબંધે અનીલભાઈ શાંતીલાલ જાની દ્વારા લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.