દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના સુડીયા ગામેથી ૧૬ વર્ષીય સગીરાનું અપહરણ કરી લઈ જઈ એક યુવકે અવાર નવાર દુષ્કર્મ આચરતાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ

દાહોદ તા.૧૨

દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના સુડીયા ગામેથી એક 16 વર્ષિય સગીરાને એક યુવકે અપહરણ કરી લઇ નાસી જઇ તેની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજારતા આ મામલે પોલીસમાં ફરીયાદ નોંધાવા પામી છે.

સુડીયા ગામે રહેતો જીગ્નેશભાઈ ઉર્ફે જીગુ રાજુભાઈ ડામોર દ્વારા ગતરોજ સિંગવડ તાલુકામાં રહેતી એક ૧૬ વર્ષીય સગીરાને પટાવી, ફોસલાવી, લગ્નની લાલચ આપી સગીરાના વાલી વારસના વાલીપણામાંથી જીગ્નેશભાઈએ ૧૬ વર્ષીય સગીરાનું અપહરણ કરી લઇ નાખી ગયો હતો અને તેણીની મરજી વિરુદ્ધ અવારનવાર બળાત્કાર પણ ગુજાર્યો હતો. બળાત્કાર સહિત અપહરણની સમગ્ર ઘટનાની જાણ સગીરાએ પોતાના પરિવારજનોને કરતા પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી અને યુવકના ચગુલમાંથી સગીરા જેમ તેમ કરી છૂટી છૂટી પોતાના પરિવાર પાસે આવી હતી અને ઉપરોક્ત ઘટનાની હકીકત પરિવારજનોને જણાવતાં આ સંબંધે બળાત્કાર અને અપહરણનો ભોગ બનેલ સગીરાના ભાઈ દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે યુવક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: