દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા ગામેથી એલ.સી.બી. પોલીસે રૂા.૫.૭૬ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બોલેરો પીકઅપ ગાડી ઝડપી પાડી : એકની અટકાયત
દાહોદ તા.૧૩
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા ગામેથી દાહોદ એલ.સી.બી. પોલીસે એક બોલેરો પીકઅપ ગાડીમાંથી વિદેશી દારૂની પેટીઓ નંગ. ૧૨૦ જેમાં બોટલો નંગ. ૪૫૬૦ કિંમત રૂા.૫,૭૬,૦૦૦ના જંગી પ્રોહીના જથ્થા સાથે ચાલકની અટક કરી બોલેરો ગાડી તેમજ એક મોબાઈલ ફોન મળી કુલ રૂા. ૮,૩૧,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યાંનું જાણવા મળે છે.
ગત તા.૧૨મી જાન્યુઆરીના રોજ દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે જેસાવાડા ગામે બાવકા ચોકડી ખાતે વોચ ગોઠવી ઉભી હતી તે સમયે ત્યાંથી એક બોલેરો પીકઅપ ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસે તેના ચારેય તરફથી ઘેરી લીધી હતી અને ગાડીની તલાસી લેતાં પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે બોલેરો ફોર વ્હીલર ગાડીમાંથી વિદેશી દારૂની પેટીઓ નંગ. ૧૨૦ જેમાં બોટલો નંગ. ૪૫૬૦ કિંમત રૂા. ૫,૭૬,૦૦૦ના જંગી પ્રોહી જથ્થા સાથે ગાડીના ચાલક કરણભાઈ મીઠાભાઈ ભાભોર (રહે. પુંસરી, ડાહ્યાં ફળિયું, તા.જિ.દાહોદ)ની અટકાયત કરી તેની પુછપરછ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો વિજયભાઈ પલાસ (રહે. માતવા, તા. ગરબાડા,જિ.દાહોદ) નાની માલિકીની ઉપરોક્ત બોલેરો ગાડીમાં તેણે મધ્યપ્રદેશના પીટોલના ઠેકા ઉપરથી ભરાવી આપી અને પોતાની અન્ય એક સ્વીફ્ટ ફોર વ્હીલર ગાડી લઈ પાયલોટીંગ કરી આ વિદેશી દારૂનો જથ્થો માતવા ગામે પહોંચાડવાનો હતો, તેમ ઝડપાયેલ ચાલકે જણાવ્યું હતું. પોલીસે ઝડપાયેલ ચાલક કરણભાઈ મીઠાભાઈ ભાભોરની અંગ ઝડપીમાંથી એક મોબાઈલ ફોન કિંમત રૂા.૫,૦૦૦ અને ગાડીની કિંમત મળી કુલ રૂા. ૮,૩૧,૦૦૦નો મુદ્દામાલ કબજે કરી દાહોદ એલ.સી.બી. પોલીસે ઉપરોક્ત બંન્ને ઈસમો વિરૂધ્ધ જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.