દાહોદ જિલ્લાના મોટાહાથી ધરા ગામે ટ્રકના ચાલકે બે વિદ્યાર્થીઓને અડફેટમાં લેતાં બંન્ને વિદ્યાર્થીઓનું ઘટના સ્થળ પર કમકમાટી ભર્યું મોત નીપજ્યું
દાહોદ તા.૧૩
લીમખેડા તાલુકાના મોટા હાથીધરા ગામે આજે સાંજે શાળાએથી છૂટીને ધોરણ ૧૦ અને ધોરણ – ૧૨ સાયન્સની બે વિદ્યાર્થીનીઓ પગપાળા ઘરે જઈ રહી હતી તે દરમિયાન પૂરપાટ વેગે આવતી ટ્રકના ચાલકે પોતાના કબજાની ટ્રક બંને વિદ્યાર્થિનીઓ ઉપર ચડાવી દેતા ઘટનાસ્થળે જ મોત નિપજયા હતા આ દરમિયાન જ ટ્રકના ચાલકે અન્ય બાઇકને અડફેટમાં લેતા બાઈક સવાર બે વ્યક્તિઓને પણ ઈજાઓ થઈ હતી.
લીમખેડા નગરમાં માર્કેટ વિસ્તારમાં આવેલા રામદેવજી મંદિરના પૂજારી લલિત કુમાર શર્મા ની પુત્રી ધોરણ-૧૦માં અભ્યાસ કરતી હિમાંશી બેન શર્મા ઉંમર ૧૫ તથા ઝાલોદ રોડ વિસ્તારમાં રહેતા વેપારી સતીશ લક્ષ્મીનારાયણ લખારા ની પુત્રી ધોરણ ૧૨ સાયન્સમાં અભ્યાસ કરતી મહેક ઉર્ફે મોનું સતિષભાઈ લખા ઉંમર વર્ષ 16 આ બંને વિદ્યાર્થીનીઓ જેતપુર ગામે આવેલી તીર્થ ઇન્ટરનેશનલ શાળામાં અભ્યાસ કરતી હોઈ આજરોજ સાંજના સુમારે શાળાએથી છૂટીને ઉક્ત બંને વિદ્યાર્થીનીઓ પગપાળા ઘર તરફ જઈ રહી હતી તે દરમિયાન સાંજના ૪.૧૫ કલાકના સુમારે રસ્તામાં મોટા હાથીધરા ગામ પાસે પહોંચતાં જ લીમખેડા તરફથી પુરપાટ વેગે આવી રહેલી એક ટ્રકના ચાલકે આ બંને વિદ્યાર્થિનીઓ ઉપર ટ્રક ચડાવી દેતા હિમાંશી શર્મા તથા મહેક લખારા સહિત બંને બહેનપણીઓ નું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું ત્યારબાદ સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી બેઠેલા ટ્રકના ચાલકે અન્ય બાઈક ચાલકને પણ અડફેટમાં લીધો હતો તેથી બાઈક ઉપર સવાર રાકેશભાઈ પ્રકાશચંદ્ર લખારા તેમજ યસ અંકિત સંઘવી રસ્તાની બાજુમાં ફંગોળાઇ જતાં તેઓને પણ શરીરે નાનીમોટી ઈજાઓ થવા પામી હતી
આ બનાવ સંદર્ભે રાકેશકુમાર પ્રકાશચંદ્ર લખારાએ નોંધાવેલી ફરિયાદના પગલે લીમખેડા પોલીસે ટ્રકચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.