કાપ્યો છે.. કાપ્યો છે.. ના અવાજથી વાતાવરણ ગુંજી ઉઠ્યું : દાહોદ શહેર સહિત જિલ્લામાં ઉત્તરાયણ પર્વની હર્ષાેઉલ્લા સાથે લોકોએ ઉજવણી કરી : જલેબી, ફાફડા, ઉધીંયુની પણ લોકોએ મીજબાની માણી
દાહોદ તા.૧૫
ઉત્તરાયણ પર્વની દાહોદ શહેર સહિત જિલ્લાવાસીઓએ ધામધુમથી અને પતંગ ચગાવી હર્ષાેઉલ્લા સાથે ઉજવણી કરી હતી. પતંગોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરી જલેબી, ફાફડા, ઉધીંયુની પણ શહેરવાસીઓએ મીજબાની માણી હતી. વહેલી સવારથી જ લોકો પોતપોના ધાબા ઉપર ચઢી પતંગ ચગાવી ઉતરાયણ પર્વની હર્ષાેઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી.
કાપ્યો છે.. કાપ્યો છે.. ના અવાજથી સમગ્ર વાતાવણ ગુંજી ઉઠ્યું હતું. વહેલી સવારથી પતંગ રસીયાઓ પતંગો અને માંજાઓ સાથે પોતપોતાના ધાબા ઉપર ચઢી ગયાં હતાં. પગંત ચગાવી અને જલેબી, ફાફડા, ઉંધીયુંની મીજબાણી માણી આખો દિવસ ઉત્સવ ઉજવ્યો હતો. કડકડી ઠંડી વચ્ચે પણ પતંગ રસીઓએ ઉત્સાહ ભેર પતંગ ચગાવી હતી. દરેકના ધાભા ઉપર ડી.જે. સહિતના વાંજીત્રો સાથે લોકોએ ઉત્સવ મનાવ્યો હતો. પવન પણ વહેલી સવારથી સારો એવો હતો જેથી પતંગ રસીઓએ હર્ષાેઉલ્લા સાથે પતંગ ચગાવી હતી. સાંજ પડતાં લોકોએ આતશબાજી કરી હતી. ફડાકડા ફોડી ઘણા લોકોએ પોતપોતાના ધાબા ઉપર ડી.જે.ના તાલે ઝુમ્યાં પણ હતાં. વહેલી સવારથી જ શહેરમાં જલેબી, ફાફડા, ઉંઘીયુંના સ્ટોલો લાગી ગયાં હતાં. જલેબી, ફાફડા, ઉધીંયુ ખરીદવા લોકોની ભીડ પણ જામી હતી. આજે બીજા દિવસે પણ લોકોએ વાસી ઉતરાયણની ઉજવણી કરી હતી.