દાહોદ શહેરમાં મોટાઘાંચીવાડામાં જુગાર રમતાં પાચને પોલીસે ઝડપી પાડ્યાં : રોકડા રૂપીયા ૧૬,૨૧૦ તેમજ મોબાઈલ ફોન મળી કુલ રૂા. ૨૦,૨૧૦નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યાેં
દાહોદ તા.૧૫
દાહોદ શહેરના મોટાઘાંચીવાડ વિસ્તારમાં જાહેરમાં પાના પત્તા વડે પૈસાથી હારજીતનો ગુજાર રમી રહેલ પાંચ ઈસમોને પોલીસે દબોચી લઈ સ્થળ પરથી રોકડા રૂપીયા ૧૬,૨૧૦ અને મોબાઈલ ફોન મળી કુલ રૂા. ૨૦,૨૧૦ નો મુદ્દામાલ કબજે કર્યાેંનું જાણવા મળે છે.
ગત તા.૧૪મી જાન્યુઆરીના રોજ દાહોદ શહેરના મોટાઘાંચીવાડ વિસ્તારમાં રહેતાં સાકીરભાઈ ઈબ્રાહીમભાઈ પીંજારા, બિલાલ અબ્દુલઅજીજ સામદ, સઈદ દાઉદભાઈ ડાબીયાલ, સાકીર ગફાર પટેલ અને સાદીક યુસુભાઈનાઓ મોટાઘાંચીવાડ ખાન ઉકરડાની પાસે જાહેરમાં ખુલ્લી જગ્યામાં પાના પત્તા વડે પૈસાથી હારજીતનો જુગાર રમતા હોવાની પોલીસને બાતમી મળતાં પોલીસે ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતાં. પોલીસે ઉપરોક્ત પાંચય જુગારીઓને ચારેય તરફથી ઘેરી લઈ સ્થળ પરથી રોકડા રૂપીયા ૧૬,૨૧૦ અને અને મોબાઈલ ફોન મળી કુલ રૂા. ૨૦,૨૧૦ના મુદ્દામાલ સાથે દાહોદ શહેર પોલીસે ઉપરોક્ત જુગારીઓ વિરૂધ્ધ જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.