દાહોદ જિલ્લામાં બે દિવસની અંદર કોરોનાનો રાફડો ફાડ્યો : બે દિવસની અંદર કુલ ૭૨ કોરોના પોઝીટીવ કેસ નોંધાંયાં : બે દિવસની અંદર ૪૩ દર્દીઓ બે દિવસની અંદર સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી
દાહોદ તા.૧૫
દાહોદમાં છેલ્લા બે દિવસમાં કોરોનાનો રાફડો ફાડ્યો છે. બે દિવસની અંદર કુલ ૭૨ કોરોના પોઝીટીવ કેસો નોંધાયાં છે. ગઈકાલે ૨૭ અને આજે ૪૫ કેસો સામે આવ્યાં છે. ખાસ કરીને દાહોદ અર્બન વિસ્તારમાં કોરોનાના પોઝીટીવ કેસોની સંખ્યા વધારે જાેવા મળી રહી છે જે ચિંતાનો વિષય પણ છે. બે દિવસની અંદર કોરોના કેસોમાં રાફડો ફાટતાં લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે ત્યારે હવે આરોગ્ય તંત્ર અને જિલ્લા વહીવટી તંત્ર આ મામલે સજાગતા દેખાડી કોરોના સંક્રમણના કેસોને કાબુમાં લેવામાં આવે તેવા પ્રયત્નો કરે તે આવશ્યક બન્યું છે.
ગઈકાલે એટલે કે, તારીખ ૧૪મી જાન્યઆરીના રોજ ૨૭ કોરોના પોઝીટીવ કેસો નોંધાંયાં હતાં જેમાં આર.ટી.પી.સી.આર. ના ૧૭૨૪ પૈકી ૧૯ અને રેપીટ ટેસ્ટના ૧૨૭ પૈકી ૦૮ કેસો મળી ૨૭ કેસો નોંધાયાં હતાં જ્યારે આજે એટલે કે, તારીખ ૧૫મી જાન્યુઆરીના રોજ એક સાથે ૪૫ કોરોના પોઝીટીવ કેસો નોંધાંયાં છે જેમાં આર.ટી.પી.સી.આર. ના ૨૧૯૩ પાકી ૧૮ અને રેપીટ ટેસ્ટના ૬૬૭ પૈકી ૨૭ મળી ૪૫ કેસો મળી છેલ્લા બે દિવસમાં કુલ ૭૨ કોરોના પોઝીટીવ કેસો નોંધાંતાં લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. સૌથી વધુ અર્બન વિસ્તારમાંથી કેસોની સંખ્યામાં વધારો જાેવા મળી રહ્યો છે. આજના ૪૫ પૈકી ૩૬ કેસો દાહોદ અર્બન વિસ્તારમાંથી સામે આવ્યાં છે. બાકીના ૦૧ દાહોદ ગ્રામ્ય, ૦૧ ઝાલોદ અર્બન, ૪ ઝાલોદ ગ્રામ્ય, ૦૧ લીમખેડા, ૦૧ સીંગવડ અને ૦૧ ગરબાડામાંથી કોરોના પોઝીટીવ કેસો નોંધાંયાં છે. ગઈકાલે ૨૨ અને આજે ૨૧ મળી કુલ ૪૩ દર્દીઓ બે દિવસમાં સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૭૪૪૨ને પાર થઈ ગયો છે અને કુલ એક્ટીવ કેસોની વાત કરીએ તો દાહોદ જિલ્લામાં ૨૧૨ એક્ટીવ કેસોનો સમાવેશ થાય છે. દાહોદ જિલ્લામાં દિનપ્રતિદિન કુદકેને ફુસકે વધતાં કોરોના પોઝીટીવ કેસોને પગલે દાહોદ જિલ્લા આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર કોઈ નક્કર પગલાં તે હિતાવહ્ બન્યું છે.