દાહોદ તાલુકાના મંડાવાવ ગામે યુવતી સાથેના પ્રેમ સંબંધને લઈ એક યુવકને બે જણાએ અપહરણ કરી જંગલ વિસ્તાર તરફ લઈ જઈ ઝેરી ટ્યુબ યુવકને પીવડાવી મારી નાંખવાની કોશિષ કરતાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ

દાહોદ તા.૧૭

દાહોદ તાલુકાના મંડાવાવ ગામનો ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં યુવતી સાથેના પ્રેમ સંબંધને લઈ એક યુવકને બે જેટલા ઈસમોએ અપહરણ કરી લઈ જઈ યુવકને જંગલ વિસ્તાર તરફ લઈ ગયાં બાદ ઝેરી ટ્યુબ યુવકને પીવડાવતાં મારી નાંખવાની કોશિષ કરતાં અને યુવકની હાલત ખરાબ થઈ હતી અને યુવકે આ મામલે બંન્ને ઈસમો વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

ગત તા.૧૫મી જાન્યુઆરીના રોજ દાહોદ તાલુકાના ધામરડા ગામે રાહડુંગરી ફળિયામાં રહેતાં ઉદેસિંગભાઈ નરસિંગભાઈ હઠીલા અને મુકેશભાઈ વરસીંગભાઈ હઠીલાએ ધામરડા ગામે રાહડુંગરી ફળિયામાં રહેતાં એક ૨૨ વર્ષીય યુવક વિકાસભાઈ બાબુભાઈ ભાભોરને કહેલ કે, તું સિધો સિધો અમારી સાથે ચાલ નહીં, તો તને અમારી મોટરસાઈકલથી ઉડાવીને મારી નાંખીશુ તેવી ધમકીઓ આપી વિકાસભાઈનું અપહરણ કરી લઈ દાહોદ તાલુકાના મંડાવાવ ગામે જંગલ વિસ્તાર તરફ લઈ ગયાં હતાં જ્યાં વિકાસભાઈને બેફામ ગાળો બોલી, ગડદાપાટ્ટુનો માર મારી કહેવા લાગેલ કે, તું મારી ભાણી સાથે કેમ પ્રેમસંબંધ રાખે છે, તેમ કહી વિકાસભાઈને પકડી પાડી ખિસ્સામાંથી ઝેરી ટ્યુબ પીવડાવી મોંઢુ દબાવી દઈ મારી નાંખવાની કોશિષ કરતાં જેમ તેમ કરી વિકાસભાઈ ગંભીર હાલતમાં ઉપરોક્ત બંન્ને ઈસમોના ચંગુલમાંથી છુટી પોતાના પરિવારજનોને ઉપરોક્ત ઘટનાની જાણ કરતાં પરિવારજએ વિકાસભાઈને લઈ દાહોદ તાલુકા પોલીસ મથકે આવી પહોંચ્યાં હતાં અને જ્યાં વિકાસભાઈ બાબુભાઈ ભાભોરે ઉપરોક્ત બંન્ને ઈસમો વિરૂધ્ધ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: