દાહોદ જિલ્લામાં ત્રણ અલગ અલગ સ્થળોએ માર્ગ અકસ્માતના ત્રણ બનાવોમાં એકનું મોત : બેને ઈજા પહોંચી
દાહોદ તા. ૧૭
દાહોદ જિલ્લામાં વિતેલા ચોવીસ કલાકની અંદર વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલ માર્ગ અકસ્માતના બનેલા ત્રણ બનાવોમાં એકનું મોત નીપજ્યાંનું જ્યારે બે વ્યક્તિઓને ઈજાઓ થયાંનું જાણવા મળે છે.
માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના કંકાસીયા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૬મી જાન્યુઆરીના રોજ એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી ચાલતાં પસાર થઈ રહેલ ૬૦ વર્ષીય મગનભાઈ જેતાભાઈ ડામોર (રહે. કંકાસીયા, ડામોર ફળિયુ, તા. ફતેપુરા, જિ.દાહોદ) નાને અડફેટમાં લેતાં મગનભાઈ જમીન પર પટકાયાં હતાં જેને પગલે તેઓને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવતાં સારવાર દરમ્યાન મગનભાઈનું મોત નીપજતાં આ સંબંધે કંકાસીયા ગામે ડામોર ફળિયામાં રહેતાં કિશનભાઈ મગનભાઈ ડામોરે ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માર્ગ અકસ્માતનો બીજાે બનાવ દેવગઢ બારીઆ તાલુકાના કેલીયા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા. ૨૦મી ડિસેમ્બરના રોજ દુર્ગેશકુમાર ધનસિંહ ચૌહાણે (રહે. વણઝારીયા,ચૌહાણ ફળિયુ, તા.સીંગવડ, જિ.દાહોદ) પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી અચાનક મોટરસાઈખલ સ્લીપ ખવડાવી દેતાં પાછળ બેઠેલ મનિષાબેનને પગના ભાગે ઈજા પહોંચાડી ફેક્ચર કરતાં આ સંબંધે વણઝારીયા, ચૌહાણ ફળિયા ખાતે રહેતાં ધનસિંહ ચન્દ્રસિંહ ચૌહાણે દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માર્ગ અકસ્માતનો ત્રીજાે બનાવ દેવગઢ બારીઆ તાલુકાના અંતેલા ગામે ઘાટી ફળિયા ખાતે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૪મી જાન્યુઆરીના રોજ એક ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલ મહેશભાઈ પપ્પુભાઈ પટેલ (રહે.અંતેલા, ઘાટી ફળિયા, તા. દેવગઢ બારીઆ, જિ.દાહોદ) નાને અડફેટમાં લેતાં મહેશભાઈ મોટરસાઈકલ પરથી ફંગોળાયાં હતાં જેને પગલે તેઓને શરીરે ઓછીવત્તી ઈજાઓ થતાં આ સંબંધે અંતેલા ગામે ઘાટી ફળિયામાં રહેતાં દિનેશભાઈ પપ્પુભાઈ પટેલે પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.