દાહોદમાં ગતરોજ શ્રીરામ કો.ઓ.ક્રેડીટ સોસાયટીની વ્યવસ્થાકપ સિમિતિની ચુંટણીનું પરિણામ : ૬ ઉમેદવારોનો વિજય થતાં વિજય સરઘસ નીકળ્યું : એકબીજાને મોં મીઠુ કરાવી, ફટાકડાં ફોડી ઉજવણી કરાઈ
દાહોદ તા.૧૭
દાહોદમાં ગતરોજ શ્રીરામ કો.ઓ.ક્રેડીટ સોસાયટીની વ્યવસ્થાકપ સિમિતિની ચુંટણી યોજાઈ હતી અને આજરોજ આ ચુંટણીનું પરિણામ જાહેર થવા પામ્યું હતું જેમાં ૬ ઉમેદવારો વિજયી થયાં હતાં જ્યારે ૪ ઉમેદવારો પરાજીત થયાં હતાં. વિજયી થયેલ ઉમેદવારોમાં ખુશીનો માહોલ જાેવા મળ્યો હતો અને ફટાકડા ફોડી વિજયીની ઉજવણી કરાઈ હતી.
શ્રીરામ કો-ઓપરેટિવ સોસાયટી, દાહોદની વ્યવસ્થાપક સમિતિની ગતરોજ યોજાયેલ ચૂંટણીનું આજે જાહેર થયેલું પરિણામ જાહેર થતાં કહી ખુશી કહી ગમનો માહોલ જાેવા મળ્યો હતો. વિજેતા ઉમેદવારોમાં દિનેશભાઈ કાબરાવાલાને ૩૦૩૩ મત મળ્યાં હતાં.ભરતસિંહ સોલંકીને ૨૯૦૪ મત મળ્યાં હતાં. રાકેશભાઈ પ્રજાપતિને ૨૦૭૮ ને મત મળ્યાં હતાં, વિનોદભાઈ પરમારને ૨૦૨૯ મત મળ્યાં હતાં,દામોદરદાસ દાસાણીને ૧૯૯૭ મત મળ્યાં હતાં અને કિરીટભાઈ મિસ્ત્રીને ૧૯૨૫ મળતાં તેઓનો ભવ્ય વિજય થયો હતો. વિજયી થયેલા ઉમેદવારો દ્વારા એકબીજાને શુભેચ્છા પાઠવી મોંહ મીઠુ કરાવી અને ફટાકડાં ફોડી જીતની ઉજવણી કરી હતી જ્યારે આપણી પેનલના બ્રિજેશભાઈ દરજીને ૧૮૪૫,અરવિંદભાઈ પરીખને ૧૮૪૨,અલ્કેશભાઈ પરીખને ૧૭૧૬ અને શ્રીરામ કો.ઓપ. ક્રેડીટ સોસાયટીના માજી ચેરમેન અને જિલ્લા ભાજપના માજી પ્રમુખ મહારથી એવા મોતીસિંહ માળીને ૧૬૪૦ મત મળ્યાં હતાં.આમ, તેમને આજે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. શ્રીરામ કો.ઓપ. ક્રેડીટ સોસાયટીની બેન્કના આ પરિણામોથી મતદારો અને શહેરીજનોમાં અનેક પ્રકારના તર્ક વિતર્કાે વહેતાં થવા પામ્યાં છે તથા તરેહ તરેહની ચર્ચાઓ જન્મ લીધો છે.