દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપરગોટા ગામે ડેપ્યુટી સરપંચને વોટ આપવા મામલે પાંચ ઈસમોએ એકનું અપહરણ કરી ગડદાપાટ્ટુનો માર મારતાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ
દાહોદ તા.૧૮
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપરગોટા ગામે ડેપ્યુટી સરપંચ ચુંટણી વોટ બાબતે થયેલ ઝઘડામાં પાંચ જેટલા ઈસમોએ એકનું અપહરણ કરી લઈ જઈ ગોંધી રાખી ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડતાં પોલીસમાં ફરિયાદ નોંધાવવા પામી છે.
ગત તા. ૧૬મી જાન્યુઆરીના રોજ ધાનપુર તાલુકાના પીપરગોટા ગામે ગામતળ ફળિયામાં રહેતાં કવીતભાઈ સુરતનભાઈ વાંખળા, નરેશભાઈ બકુલભાઈ વાખળા, સુક્રમભાઈ બકુલભાઈ વાંખળા, અમરસીંગભાઈ ગમજીભાઈ વાંખળા અને શકાભાઈ અરવિંદભાઈ વાખવાનાઓએ એકસંપ થઈ ગેરકાયદે મંડળી બનાવી પીપરગોટા ગામે પ્રાથમીક શાળા પાસે આવ્યાં હતાં. આ દરમ્યાન ત્યાંથી બોલેરો ગાડી લઈ પસાર થઈ રહેલ ધાનપુર તાલુકાના ભુવેરો ગામે ગામતળ ફળિયામાં રહેતાં વરસંદભાઈ મગનભાઈ બારીઆ તથા તેમની સાથે કાળુભાઈ ડામોર બંન્નેને ઉપરોક્ત પાંચેય જણાએ રસ્તામાં બોલેરો ગાડી ઉભી રખાવી રોક્યાં હતાં અને ગાડીમાં સવાર વરસંદભાઈને ખેંચી બહાર કાઢ્યાં હતાં અને બેફામ ગાળો બોલી, ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી વરસંદભાઈને મોટરસાઈકલ પર બેસાડી અમરસીંગભાઈ વાખળાના ઘરે લઈ જઈ ગોંધી રાખ્યાં બદાં અને ડેપ્યુટી સરપંચ ચુંટણીમાં વોટ કવીતભાઈને આપવાનો છે, તેમ કહી મારી નાંખવાની ધમકીઓ આપતાં આ સંબંધે વરસંદભાઈ મગનભાઈ બારીઆએ ઉપરોક્ત પાંચેય જણા વિરૂધ્ધ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.