દાહોદ જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે રમતવીરોનું સન્માન કરાશે


દાહોદ તા.૧૮
દાહોદ જિલ્લામાં આગામી પ્રજાસત્તાક પર્વની ઉજવણીના અવસરે જિલ્લામાં આંતરરાષ્ટ્રીય-રાષ્ટ્રીય તેમજ રાજ્ય સ્તરે ઉચ્ચ પ્રદર્શન કરનાર રમતવીરોનું સન્માન કરવામાં આવશે. જેમાં શુટીંગ, હોકી, કબડ્ડી, આર્ચરી જેવી સ્પર્ધાઓમાં સિદ્ધિ હાંસલ કરનારા ખેલાડીઓનું સન્માન કરાશે.
જિલ્લા રમત ગમત અધિકારી શ્રી વિરલ ચૌધરીએ આપેલી માહિતી મુજબ, સેન્ટ મેરી સ્કુલ, દાહોદનાં યેશા કોટ્રાક્ટરને શુટિંગ સ્પર્ધામાં અમેરિકામાં યોજાયેલી જુનીયર વલ્ડ ચેમ્પીયનશીપમાં બીજું સ્થાન મેળવવા માટે, એસઆર સ્કુલ દેવગઢ બારીયાના રાજા ભરવાડને હોકીની સ્પર્ધામાં રાજ્યકક્ષાએ સ્થાન મેળવી, દિલ્હી ખાતેની સ્પર્ધામાં સ્થાન મેળવવા માટે, તેમજ આ જ શાળાના મલેશ્વરી પટેલ અને સંજય પરમારને આર્ચરી સ્પર્ધા માટે, દાહોદની સરસ્વતી માધ્યમિક શાળાના અજીત ડામોરને કબડ્ડીમાં શાળાકીય રાજ્ય કક્ષાની સ્પર્ધામાં દ્વિતીય સ્થાન મેળવવા માટે પ્રજાસત્તાક પર્વના દિને સન્માન કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!