દાહોદ જિલ્લા પોલીસે વીતેલા ૨૪ કલાકની અંદર રૂપિયા 1.83 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બે જણાને ઝડપી પાડયા જ્યારે ૩ જણા ફરાર

દાહોદ તા.૧૯

દાહોદ જિલ્લામાં વિતેલા ચોવીસ કલાકની અંદર પ્રોહીના બનેલા બે જુદા જુદા બનાવોમાં પોલીસે કુલ રૂા. ૧,૮૩,૮૫૦ના વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમોની અટકાયત કરી છે જ્યારે અન્ય પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યાંનું જાણવા મળે છે.

પ્રોહીનો પ્રથમ બનાવ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ઉઘલમહુડા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૮મી જાન્યુઆરીના રોજ રાજુભાઈ માધીયાભાઈ કનેશ (રહે. કઠીવાડા, જિ.અલીરાજપુરા, મધ્યપ્રદેશ) પોતાના કબજાની મોટરસાઈકલ પર વિદેશી દારૂનો જથ્થો લઈ ઉઘલમહુડા ગામેથી જંગલ વિસ્તાર તરફથી પસાર થઈ રહ્યો હતો અને આ વિદેશી દારૂનો જથ્થો દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પાનમ ગામે સજવાણ ફળિયામાં રહેતાં જયંતીભાઈ ઉર્ફે જેનુભાઈ વરસીંગભાઈ ડામોરને આપવા જતો હતો. આ દરમ્યાન પોલીસને મળેલ બાતમીના આધારે તેનો પીછો કરતાં રાજુભાઈએ પોતાની મોટરસાઈકલ પરનો વિદેશી દારૂ જંગલ વિસ્તાર તરફ ફેંકી નાસી ગયો હતો. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂનો કુલ બોટલો નંગ. ૪૫૫ કિંમત રૂા. ૬૦,૩૫૦ના પ્રોહી જથ્થા સાથે ઉપરોક્ત બંન્ને ઈસમો વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રોહીનો બીજાે બનાવ દાહોદ શહેરના ગોદી રોડ બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૮મી જાન્યુઆરીના રોજ બાદલભાઈ અમરસીંગભાઈ સાંસી, પુજાબેન બાદલભાઈ સાંસી (બંન્ને રહે. દાહોદ, ગોદી રોડ, સીંગલ ફળિયા, તા.જિ.દાહોદ), કમીલાબેન નવલસીંગભાઈ કટારા અને મનીષાબેન નવલસીંગભાઈ કટારા (બંન્ને રહે. અમદાવાદ) આ ચારેય જણાએ એકબીજાના મેળાપીપણામાં  દાહોદ ગોદી રોડ, સીંગલ ફળિયામાં પોતાના કબજાના મકાનમાં પ્રોહી જથ્થો રાખ્યો હોવાનો પોલીસને બાતમી મળતાં પોલીસે ગત તા.૧૮મી જાન્યુઆરીના રોજ મકાનમાં ઓચિંતો છાપો મારતાં બાદલભાઈ અને પુજાબેન બંન્ને પોલીસન ેચકમો આપી નાસી ગયાં હતાં જ્યારે કમીલાબેન અને મનીષાબેન એમ બંન્ને પોલીસે ઝઢપી પાડી મકાનની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની બોટલો નગ.૯૫૦ કિંમત રૂા. ૧,૨૩,૫૦૦નો પ્રોહી જથ્થો કબજે કરી ઉપરોક્ત ચારેય જણા વિરૂધ્ધ દાહોદ શહેર પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: