દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના જુના બારીઆ ગામે બે ડમ્પરો સામસામે ધડાકાભેર અથડાતાં એકનું મોત
દાહોદ તા.૨૨
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના જુના બારીઆ ગામે બે ડમ્પર વચ્ચે સામસામે ધડાકાભેર અકસ્માત સર્જાતાં ગમખ્વાર સર્જાયેલ આ માર્ગ અકસ્માતમાં એકનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે જ્યારે અકસ્માત સર્જનાર ડમ્પરનો ચાલક પોતાના કબજાનું ડમ્પર સ્થળ પર મુકી નાસી ગયો હોવાનું જાણવા મળે છે.
આજરોજ દેવગઢ બારીઆ તાલુકાના જુના બારીઆ ગામેથી બે ડમ્પર પસાર થઈ રહ્યાં હતાં. આ દરમ્યાન એક ડમ્પનરા ચાલકે પોતાના કબજાનું ડમ્પર પુરઝડપે અને ગફલત ભરી રીતે પોતાના કબજાનું ડમ્પર હંકારી લાવતો હતો તે સમયે સામેથી અલાઉદ્દીન ગુલામનબી શેખ (રહે. ગળસેશ્વર, જિ.ખેડા)ના ડમ્પરને જાેશભેર ટક્કર મારતાં અલાઉદ્દીનના ડમ્પરમાં સવાર અલાઉદ્દીનના કાકા સફીમહંમદ હુસેનમીયા શેખ (ઉ.વ.૫૩) ગાડીનો કાચ તોડી ગાડીમાંથી ફેંકાઈ જતાં તેઓને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચી હતી અને જેને પગલે તેઓને મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. અકસ્માત સર્જનાર ડમ્પરનો ચાલક પોતાના કબજાનું ડમ્પર સ્થળ પર મુકી નાસી ગયો હતો. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહનો કબજાે લઈ નજીકના દવાખાને પીએમ અર્થે ખડેડવામાં આવ્યો હતો.
આ સંબંધે અલાઉદ્દીન ગુલામનબી શેખ દ્વારા દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.