સંજેલી તાલુકાના વાસણા ગામેથી એક નવજાત શિશુ બિનવારસી હાલતમાં મળી આવ્યું
દાહોદ તા.23
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના વાસીયા ગામેથી એક નવજાત શિશુ બિનવારસી હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
આજરોજ સંજેલી તાલુકાના વાસીયા ગામે ઘોડા વડલી ફળિયામાંથી જીવિત હાલતમાં નવજાત શિશુ હાલતમાં ગામજનોને મળી આવ્યું હતું ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યા હતા ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી અને નવજાત શિશુનો કબજો લઇ દેખરેખ હેઠળ નવજાત શિશુને રાખવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે સમગ્ર મામલે પોલીસે તલસ્પર્શી તપાસનો ધમધમાટ આરામ કર્યો છે.