દાહોદમાં વધુ ૪૨ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા
દાહોદ તા.23
દાહોદમાં આજે વધુ 42 કોરોનો પોઝીટીવ કેસો નોંધાવા પામ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા હાફ સેન્ચ્યુરી પાર કરતી હતી પરંતુ આજે 42 કેસો આવતા મહદંશે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
આર.ટી.પી.સી.આર. ના 2232 પૈકી 35 અને રેપીટ ટેસ્ટના 426 પૈકી 07 મળી આજે કુલ 42 કોરોના પોઝીટીવ કેસો નોંધાંયાં છે જેમાં દાહોદ અર્બન વિસ્તારમાંથી 27, દાહોદ ગ્રામ્ય વિસ્તારમાંથી 08, ઝાલોદ ગ્રામ્યમાંથી 04, ગરબાડામાંથી 01, ફતેપુરામાંથી 01 અને સંજેલીમાંથી 01 કેસનો સમાવેસ થાય છે. દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 7901 ને પાર થઈ ગયો છે. રાહતના સમાચાર એ છે કે, વધતાં કેસોની સામે કોરોનાથી સાજા થતાં દર્દીઓની સંખ્યામાં વધારો જાેવા મળી રહ્યો છે. આજે એકસાથે 17 દર્દીઓ કોરોનાથી સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. દાહોદ જિલ્લામાં એક્ટિવ કેસોની સંખ્યા 442 ને પાર થવા પામી છે.